લોસ એન્જેલસ પહોંચતા જ દીકરી રમાડવા લાગી પ્રિયંકા

મુંબઈ, ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા હાલમાં જ ભારતની મુલાકાતે હતી. પ્રિયંકા ચોપરા એક અઠવાડિયા માટે ભારત આવી હતી. ભારતની ટૂંકી મુલાકાત પૂરી કરીને પ્રિયંકા ચોપરા યુએસના લોસ એન્જેલસ પહોંચી ગઈ છે.
અઠવાડિયું દીકરી માલતી મેરી ચોપરા જાેનસથી દૂર રહ્યા બાદ ઘરે જતાં જ તે તેની સાથે રમવા લાગી હતી. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી પ્રિયંકા ચોપરાએ દીકરી માલતી મેરી અને પતિ નિક જાેનસ સાથેની તસવીર શેર કરી છે. તસવીરમાં જાેઈ શકો છો કે પ્રિયંકા ચોપરા પોતાની ૧૦ મહિનાની દીકરીને રમાડતી દેખાઈ રહી છે.
નિક મા-દીકરીને આ રીતે મસ્તી કરતાં જાેઈને ખુશ થઈ રહ્યો છે. ફોટોમાં નિક અને પ્રિયંકા માલતી મેરી સાથે ફ્લોર પર ઊંઘતા દેખાઈ રહ્યા છે. પ્રિયંકાએ આ તસવીર શેર કરતાં લખ્યું, ઘર?? પ્રિયંકાની આ તસવીર પર ફેન્સ અને સેલેબ્સ કોમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પોતાની હેર કેર બ્રાન્ડ ભારતમાં લોન્ચ કરવા અને યુનિસેફની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારોની મુલાકાત લેવાના હેતુસર તે પહેલી નવેમ્બરે ભારત આવી હતી. સોમવારે તેણે લખનઉની મુલાકાત લીધી હતી અને યુનિસેફ દ્વારા કરવામાં આવેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
તેણે પોતાના સોશિયલ મીડિયા પર પણ કેટલાક યુનિસેફના કેન્દ્રોની મુલાકાતના વીડિયો અને તસવીરો શેર કરી હતી. તેણે લખનઉમાં આવેલી કોમ્પોસિટ સ્કૂલની મુલાકાત લીધી હતી. અહીંયા તે નાના છોકરાઓ અને છોકરીઓને મળી હતી.
આ સિવાય તે લાલપુરમાં આવેલી ‘આંગણવાડી’માં પણ પહોંચી હતી. વર્કફ્રંટની વાત કરીએ તો, પ્રિયંકા ચોપરા ખૂબ જલ્દી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થનારી વેબ સીરિઝ ‘સિટાડેલ’માં જાેવા મળવાની છે. આ સિવાય તે ફરહાન અખ્તરની ફિલ્મથી બોલિવુડમાં પણ કમબેક કરવાની છે. તે ‘જી લે ઝરા’માં કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ સાથે સ્ક્રીન શેર કરતી દેખાશે.SS1MS