કનુભાઈ દેસાઈએ આશ્રયસ્થાન અને રેપીડ રિસ્પોન્સ સેન્ટરની મુલાકાત લીધી
(તસ્વીરઃ અશોક જાેષી) બીપરજાેય વાવાઝોડાને પગલે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈને મોરબી જીલ્લાની જવાબદારી સોપવામાં આવી હોય જેમાં મંત્રી હાલ મોરબી જ હોય જેઓએ માળિયામાં આશ્રય સ્થાન તેમજ રેપીડ રિસ્પોન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી.
બિપરજાેય વાવાઝોડા સંદર્ભે મોરબી જિલ્લામાં ઓછામાં ઓછું નુકસાન થાય તેમજ આફત સામે લડવા માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની નાણામંત્રી કનુભાઈ દેસાઈ સમીક્ષા કરી રહ્યા છે. ત્યારે તેમણે મોટી બરાર મોડેલ સ્કૂલ ખાતે ઉભા કરવામાં આવેલા આશ્રયસ્થાનની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન મંત્રીએ આશ્રયસ્થાન ખાતે સ્થળાંતરિત થયેલ લોકો માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓનું મૂલ્યાંકન કર્યું હતું અને જરૂરી બાબતો અંગે જિલ્લાના અધિકારીઓને સૂચના આપી હતી.સરવડ ખાતેના રેપિડ રિસપોન્સ સેન્ટરની મુલાકાત લીધી.
મંત્રી કનુભાઈ દેસાઈએ વાવાઝોડાના પગલે આઇડેન્ટિફાઇ કરાયેલ રેપિડ રિસ્પોન્સ સેન્ટર સરવડની મુલાકાત લઈ કરાયેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરાયેલ વિવિધ વ્યવસ્થાઓ જેવી કે, એમ્બ્યુલન્સ, ડોક્ટર્સની ટીમ, દવાઓ વગેરેનું વિશ્લેષણ કરી
ત્યાંના મેડિકલ ઓફિસર નિરાલી ભાટિયા તેમજ અન્ય સ્ટાફ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ કનુભાઈ દેસાઈએ સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે શરુ કરેલ રેપીડ રિસ્પોન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી
જે મુલાકાત દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એડમીત કરેલ બે સગર્ભા બહેનો સાથે વાતચીત કરી તેમના ખબરઅંતર પૂછ્યા હતા બહેનોની પુરતી સાર સંભાળ લેવા આરોગ્ય સ્ટાફ અને વહીવટી તંત્રને સુચના આપવામાં આવી હતી