વિદ્યાર્થીઓને આપવા માટે અપાયેલી સાયકલો 3 વર્ષથી શાળાના રૂમમાં કાટ ખાઇ રહી છે
જો જવાબદાર અધિકારીઓ લાભાર્થીઓ ને લાભનહીં અપાવે તો તમામ શૈક્ષણિક સંગઠનો દ્વારા સંબંધિત અધિકારીઓ પર પગલા લેવા માટે દેખાવો અને રજુઆતો કરવામો આવશે
કપડવંજ:રાજ્યસરકાર કન્યા કેળવણી અંગે ગમે તેટલા પ્રયાસો કરે પણ ગ્રાઉન્ડ લેવલે કોઇ કામ થાય તો સરકારી યોજનાનો કોઇ અર્થ રહેતો નથી.જેનો જીવંત દાખલો કપડવંજ શહેરની તાલુકા પ્રાથમિક શાળાની છે. અહી સરકારી યોજનામાં વિદ્યાર્થીઓને આપવા માટે અપાયેલી સાયકલો 3 વર્ષ થી શાળાના રૂમમાં પડી રહી કાટ ખાઇ ગઇ છે.આવી બાબતમાં શાળાના આચાર્યને સસ્પેન્ડ કરવાનાં મામલા અન્ય જગ્યાએ નોંધાયી ચુક્યા છે.
સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના હેઠળ કન્યા કેળવણીને વેગ આપવા સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી પ્રાથમિક અને માધ્યમિકની વિદ્યાર્થીઓને સાયકલનું વિતરણ કરવામાં આવે છે. શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં દૂર દૂરથી શાળાઓ વિદ્યાર્થીઓને પગપાળા જવુ પડે તે હેતુથી સાયકલ અપાઇ હતી.પરંતું કપડવંજ ની શાળામાં 39 સાયકલો ધુળ ખાઈ રહી છે.
અમિતસિંહ નરેન્દ્રસિંહ ચૌહાણ(યુવા આગેવાન ક્ષત્રીય સમાજ)એ જણાવ્યું હતુ કે કયા કારણસર આ સાયકલોને ભંગાર ભેગી કરી દેવામાં આવી છે અને કયા સંબંધિત જીલ્લાના અધિકારી કે આચાર્ય આ સાયકલ ફાળવણી વર્ષ દરમ્યાન વિતરણનું ફરજ નું કાર્ય નિભાવી શક્યા નહીં તેં તપાસનો વિષય છે.વહેલી તકે આ સાયકલોને અન્ય સ્થળપર ખસેડવાના બદલે જે લાભાર્થીઓને તેનો લાભ મળવો જોઈએ તે લાભાર્થીઓ ને વિતરણ કરવા માટે જરુરી કાર્યવાહી થવી જોઈએ.જો જવાબદાર અધિકારીઓ કરવામાં નિષ્ફળ રેહશે તો તમામ સામાજિક અને શૈક્ષણિક સંગઠનો દ્રારા સંબંધિત અધિકારી પર પગલાં લેવા માટે દેખાવો અને રજૂઆતો કરવામાં આવશે.