કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરનો શો શરુ થઈ રહ્યો છે
મુંબઈ, કપિલ શર્મા એક એવો કોમેડિયન છે જે લોકોને રડતા રડતા પણ હસાવી દે છે. તેની સાદી અને સિંપલ કોમેડી લોકોને ખુબ પસંદ પણ આવે છે.
ચાહકો કપિલ શર્માના કોમેડી શોના દિવાના છે. હવે ફરી એક વખત એક નવો શો લઈને આવી રહ્યા છે. આશોમાં લાંબા સમય બાદ સુનીલ ગ્રોવર પણ જોવા મળશે. સુનીલ અને કપિલને ફરી એક સાથએ જોવા માટે ચાહકો આતુર છે. આ વચ્ચે કપિલ શર્માએ એક વીડિયો શેર કર્યો છે.
કપિલ શર્માએ થોડા દિવસ પહેલા સુનીલ ગ્રોવર અને પોતાના નવા શોની જાહેરાત કરી હતી. આ શોમાં સુનીલની સાથે કૃષ્ણા અભિષેક, કીકુ શારદા અને અર્ચના પુરનસિંહ પણ જોવા મળશે. કપિલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની આખી ટીમની સાથે રિલીઝ ડેટની પણ જાહેરાત કરી છે. કપિલ શર્માએ એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં શોની આખી ટીમ એક સાથે જોવા મળી રહી છે.
આખી ટીમને નેટÂફ્લક્સની ઈવેન્ટમાં ટુડુમને એક સાથે બોલતા જોવા મળી રહ્યા છે, પરંતુ આ બોલવા માટે ટીમ બીજો ટેક લે છે. વીડિયો જોવામાં ખુબ ફની લાગી રહ્યો છે. આ વીડિયોની સાથે કેપ્શનમાં જણાવ્યું કે, આ શો ૩૦ માર્ચના રોજ નેટÂફ્લક્સ પર સ્ટ્રીમ થશે.
તમને જણાવી દઈએ કે, સુનીલ ગ્રોવર અને કપિલ શર્મા અંદાજે ૭ વર્ષ બાદ એક સાથે જોવા મળશે. આ પહેલા કપિલના શોની લાસ્ટ સિઝનમાં જોવા મળ્યા હતા. તેમણે પોતાનું પાત્ર ગુથ્થી,ડોક્ટર મશહુર ગુલાટીથી ચાહકોને ખુબ હસાવ્યા હતા.
કપિલ અને સુનીલની જોડી ચાહકોને ખુબ પસંદ આવી હતી પરંતુ ૨૦૧૭માં ફ્લાઈટમાં થયેલો એક ઝગડા બાદ સુનીલે કપિલનો શો છોડી દીધો હતો. ત્યારથી લોકોની ડિમાંડ હતી કે, સુનીલને ફરી પાછો લાવવામાં આવે.SS1MS