કપિલ શર્મા નશામાં ટ્વીટ કરી માલદીવ્સ ભાગી ગયો હતો
મુંબઈ, પિતરાઈ ભાઈ રણબીર કપૂરને હોસ્ટ કર્યા બાદ, કરીના કપૂર તેના પોડકાસ્ટ વોટ વુમન વોન્ટના આગામી એપિસોડમાં કપિલ શર્મા સાથે વાતચીત કરતી જાેવા મળશે. અહીંયા કોમેડી કિંગે તેની રિયલ લાઈફ, પત્ની ગિન્ની ચતરથ અને ટિ્વટરે તેના જીવનમાં કેવી રીતે ઉથલપાથલ મચાવી તેના વિશે વાત કરી.
યૂટ્યૂબ ચેનલ પરથી શેર કરવામાં આવેલા પ્રોમોમાં કરીનાને કપિલની કોન્ટ્રોવર્સી વિશે વાત કરતી જાેઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં તેણે વડાપ્રધાન મોદીને ટિ્વટ કરી હતી અને તે સમયે તે નશામાં હતો.
આ અંગે તેણે કહ્યું કે’હું ક્યારેય ટિ્વટરવાળા પક્ષીને મળ્યો નથી પરંતુ તેણે મારા જીવનમાં ઉથલપાથલ મચાવી દીધી. ધ કપિલ શર્મા શોના દરેક એપિસોડમાં જે પણ એક્ટ્રેસ ગેસ્ટ બનીને આવે છે, તેની સાથે ફ્લર્ટ કરવાની કપિલ શર્મા એક પણ તક જતી કરતો નથી.
કરીના કપૂરે શું તે રિયલ લાઈફમાં પણ આટલો રોમેન્ટિક છે તેમ પૂછવાનો પ્રયાસ કર્યો. તેના જવાબમાં તેણે હસતાં-હસતાં તેણે કહ્યું કે, ‘મારે બે બાળકો છે. અમે તેને ડાઉનલોડ તો નથી જ કર્યા’. કપિલ શર્માની ફિલ્મ ઝિ્વગાટો હાલમાં જ રિલીઝ થઈ છે, જેમાં તે એક ડિલિવરી બોયના રોલમાં છે.
આ ફિલ્મને નંદિના દાસે ડિરેક્ટ કરી છે. તેનું કહેવું છે કે, કપિલનો ચહેરો કોમન છે અને તેથી તેણે તેને બીજા કોઈ નહીં પરંતુ કોમેડિયનને જ રોલ માટે પસંદ કર્યો. કરીના સાથે આ અંગે વાત કરતાં કપિલે કહ્યું કે ‘મારો ચહેરો કોમન છે તે મારા માટે કોમ્પ્લિમેન્ટ છે કે અપમાન તે જ મને તો ખબર નથી પડતી.
અગાઉ, કપિલ શર્માએ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલા તેના શોમાં નશાની હાલતમાં પીએમ મોદીને કરેલી ટ્વીટ વિશે વાત કરી હતી. જે બાદ તેના ઘર બહાર તરત જ ઓફી વેનની લાઈન લાગી ગઈ હતી. તેણે તેના કૂકને પૂછ્યું હતું કે ‘શું ક્યાંય આગ લાગી છે?’ તો કૂકે કહ્યું હતું ‘તમે જ ગત રાતે ટિ્વટર પર આગ લગાડી હતી’. જે બાદ કોન્ટ્રોવર્સીથી દૂર રહેવા કપિલ શર્મા તરત જ માલદીવ્સ જતો રહ્યો હતો.
‘હું માલદીવ્સ ગયો હતો. હું ત્યાં ૮-૯ દિવસ રહ્યો હતો. જ્યારે માલદીવ્સ પહોંચ્યો ત્યારે કોઈ પણ રસ વગર રૂમ માટે કહ્યું હતું. તેમણે કહ્યું હતું ‘શું તમે લગ્ન કરી લીધા?’. જેના જવાબમાં મેં કહ્યું હતું ‘ના, મેં માત્ર ટ્વીટ કર્યું’. મારો રોકાણ ખર્ચ ૯ લાખ હતો, એટલો તો મેં મારા શિક્ષણ પાછળ પણ ખર્ચ્યા નહોતા’.SS1MS