કપિલ શર્મા ૯૨ કિલોમાંથી ૮૧ કિલોનો થઈ ગયો

મુંબઈ, ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ની સીઝન ૩ સાથે પાછા ફરવા માટે તૈયાર લોકપ્રિય કોમેડિયન કપિલ શર્મા તાજેતરમાં એરપોર્ટ પર જોવા મળ્યો હતો. થોડી જ વારમાં, એરપોર્ટ પરથી કપિલના વજનમાં ભારે ઘટાડો અને પરિવર્તનના વીડિયો વાયરલ થયા, જેનાથી ચાહકો ચોંકી ગયા.
ઘણા લોકોએ તેના વજન ઘટાડવા બદલ તેના વખાણ કર્યા, તો કેટલાકે તેના સ્વાસ્થ્ય અને વજન ઘટાડવાની પદ્ધતિઓ અંગે ચિંતા વ્યક્ત કરી.બુધવારે બપોરે કપિલ શર્મા મુંબઈ એરપોર્ટ પર સ્ટાઇલિશ ટીલ કો-ઓર્ડ સેટ પહેરેલા જોવા મળ્યા હતા.
તેના અત્યંત પાતળા દેખાવે ઘણા નેટીઝન્સને ચોંકાવી દીધા, જેના કારણે ચાહકો તેના પરિવર્તન વિશે વાત કરવા લાગ્યા.પાપારાઝીના વીડિયો પર યુઝર્સે ટિપ્પણીઓથી ભરપૂર થઈ જતાં સોશિયલ મીડિયામાં ભારે હોબાળો મચી ગયો.
ઘણા લોકો કોમેડિયનના આ ધરખમ પરિવર્તન વિશે આશ્ચર્ય પામ્યા હતા, કેટલાક લોકો અનુમાન લગાવી રહ્યા હતા કે શું તે ઓઝેમ્પિક જેવી ટ્રેન્ડિંગ સેલિબ્રિટી વજન ઘટાડવાની વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યો છે, જે સમગ્ર વિશ્વમાં ચર્ચામાં છે.
ઘણા ચાહકોએ તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી.કપિલ શર્માનું અચાનક વજન ઘટવું ઘણા ચાહકોને આઘાતજનક લાગે છે, પરંતુ કપિલ લોકડાઉન પછીથી તેની ફિટનેસ પર સખત મહેનત કરી રહ્યો છે.
૨૦૨૦ માં એક શૂટિંગ દરમિયાન, કપિલ શર્માએ લગભગ ૧૧ કિલો વજન ઘટાડ્યું હોવાનું જાહેર કર્યું. અર્ચના પૂરણ સિંહે ધ કપિલ શર્મા શોના શૂટિંગનો પડદા પાછળનો વીડિયો શેર કર્યાે હતો.બોલિવૂડ સ્ટાર ગોવિંદાના શૂટિંગ દરમિયાન તે અર્ચના પૂરણ સિંહને કહેતો જોવા મળ્યો હતો કે તેનું વજન ૯૨ કિલોથી ઘટીને ૮૧ કિલો થઈ ગયું છે.
જ્યારે તેમના પરિવર્તનનું એક મોટું કારણ આહાર હતો. ફેબ્›આરી ૨૦૨૫ ના અહેવાલો દર્શાવે છે કે કપિલ શર્માનો વર્કઆઉટ રૂટિન પણ એટલો જ કડક હતો. તેમણે દરરોજ લગભગ બે કલાક તાલીમ માટે ફાળવ્યા, તેમના કોચે તેમના સત્રોમાં કિકબોક્સિંગનો સમાવેશ કર્યાે જેથી તેમનો સ્ટેમિના અને ફિટનેસ વધે.SS1MS