માત્ર તું જ મારી વાત નથી સાંભળતી, કપિલે પત્નીને માર્યો ટોણો
મુંબઈ, કોમેડી કિંગ કપિલ શર્મા તેની વન લાઈનર અને પંચ માટે જાણીતો છે. તેના ફેન્સ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ છે. તે ઘણીવાર ‘ધ કપિલ શર્મા શો’ની ટીમ સાથે અમેરિકા તેમજ કેનેડા સહિતના દેશમાં લાઈવ શો કરતો રહે છે અને તેને જબરદસ્ત રિસ્પોન્સ મળે છે.He has been doing live shows in the United States and Canada with the team of ‘The Kapil Sharma Show’
કપિલ શર્મા હાલ તેની ટીમ સાથે કેનેડામાં છે. વેનકુંવરમાં તેના પહેલા શોને જબરદસ્ત સફળતા મળી હતી અને તે હાઉસફુલ રહ્યો હતો. કોમેડિયને શો દરમિયાન પત્ની ગિન્ની ચતરથનો ઉલ્લેખ કર્યો હતો અને તેનું ક્યારેય ન સાંભળવા બદલ ટોણો માર્યો હતો.
જાે કે, છેલ્લે તેણે માફી પણ માગી હતી. કપિલ શર્માની વાત સાંભળી શોના દર્શકોએ પણ ચીચીયારીઓ પાડી હતી. તેણે તેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. કપિલ શર્માએ જે વીડિયો શેર કર્યો છે, તેમાં ઓડિટોરિયમ ચિક્કાર ભરેલું છે.
હાથમાં માઈક લઈને કોમેડિયન કહે છે ‘તમારા બધા માટે, ગિન્ની તું ક્યારેય મારું સાંભળતી નથી. જાે કેટલા લોકો મને સાંભળવા આવ્યા છે. તે પણ ટિકિટ ખર્ચીને’ ત્યારબાદ કપિલ તેનો ચહેરો હાથથી છુપાવી લે છે અને ત્યાં હાજર સૌ બૂમો પાડે છે.
View this post on Instagram
કેપ્શનમાં લખ્યું છે ‘સોરી @ginnichatrath ? #kslive #kslive2022. કપિલ શર્માની પોસ્ટ પર કોમેન્ટ કરતાં રિચા શર્મા, નેહા પેંડસે, રાજા હસન, અફસાના ખાન, હિમાંશુ સોની તેમજ સિમ્પલ કૌલે લાફ્ટર ઈમોજી ડ્રોપ કર્યા છે. તો ફેન્સે રેડ હાર્ટ ઈમોટી કોન્સ મૂક્યા છે. કપિલ શર્માએ આ સિવાય તેના શોમાંથી ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીરો પણ શેર કરી છે.
જેમાં તે સુમોના ચક્રવર્તી, ચંદન પ્રભાકર, કિકુ શારદા, રાજીવ ઠાકુર અને કૃષ્ણા અભિષેક સાથે સ્ટેજ પર જાેવા મળ્યો. પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની હત્યાથી ચકચાર મચી હતી. સૌથી વધારે આંચકો તેના ફેન્સ અને શુભચિંતકોને લાગ્યો હતો, જેમાંથી એક કપિલ શર્મા પણ હતો.
પર્ફોર્મન્સ દરમિયાન તેણે સિંગરના પોપ્યુલર સોન્ગ ૨૯૫ ગાઈને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. દિવંગત સિંગર માટે કપિલના જેશ્ચરથી સોશિયલ મીડિયા યૂઝર્સે તેના વખાણ કર્યા હતા. તેણે તેને સ્ટેજ પર ‘છોટા વીર’ કહીને પણ સંબોધિત કર્યો હતો. કપિલ શર્માની ટુર યથાવત્ છે, ત્યારે તેના ‘ધ કપિલ શર્મા શો’ને ઈન્ડિયાસ લાફ્ટર ચેલેન્જે રિપ્લેસ કર્યો છે. જેમાં અર્ચના પુરણ સિંહ અને શેખર સુમન છે.SS1MS