Western Times News

Gujarati News

રણબીર કપૂરની બહેન રિદ્ધિમા સાથે કપિલ શર્મા રોમાન્સ કરશે

મુંબઈ, રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સહાની પહેલી વખત ફિલ્મમાં જોવા મળશે. પરિવાર સાથે દિલ્હીમાં સ્થાયી થયેલી રિદ્ધિમાને કપૂર પરિવારના પ્રસંગો કે બોલિવૂડ પાર્ટીમાં જોઈ શકાય છે. રણબીર અને નીતુ કપૂર સાથે રિદ્ધિમાના ફોટોગ્રાફ્સ પણ અવાર-નવાર સોશિયલ મીડિયા પર જોવા મળે છે.

બોલિવૂડના સૌથી જાણીતા કપૂર પરિવારની દીકરી હોવા છતાં રિદ્ધિમાને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે નિકટતા છે, પરંતુ તેણે ફિલ્મોથી અંતર રાખવાનું પસંદ કર્યું હતું. લગ્નના બે દાયકા બાદ રિદ્ધિમા પણ કપૂર પરિવારની કરીના-કરીશ્માની જેમ ફિલ્મોમાં લીડ રોલ કરવા જઈ રહી છે. પોતાની પહેલી ફિલ્મમાં રિદ્ધિમાને કપિલ શર્મા સાથે રોમાન્સ કરતી જોઈ શકાશે.

રિપોટ્‌ર્સ મુજબ, કપિલ શર્મા એક કોમેડી ફિલ્મની તૈયારી કરી રહ્યા છે અને તેનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. આ ફિલ્મ માટે કપિલ શર્માએ વજન પણ ખાસુ ઘટાડ્યું છે. કપિલની આગામી ફિલ્મમાં રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સહાનીનો લીડ રોલ છે.

કપિલ શર્માની આ ફિલ્મનું ડાયરેક્શન આશિષ મોહન કરવાના છે અને દસેક દિવસમાં તેનું શૂટિંગ ચંદીગઢમાં શરૂ થશે. કપૂર પરિવારમાંથી અગાઉ કરીના-કરીશ્માએ ફિલ્મોમાં સફળતા મેળવેલી છે, જ્યારે રિદ્ધિમા કપૂરે અગાઉ કરણ જોહરની સિરીઝ ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ લાઈવ્સમાં અગાઉ કામ કરેલું છે.

રિદ્ધિમા પહેલી વખત ફિલ્મમાં કામ કરવા જઈ રહી છે. રિદ્ધિમાના લગ્ન દિલ્હી ખાતેના ઉદ્યોગપતિ ભરત સહાની સાથે થયેલા છે. બે દાયકાના લગ્ન જીવન દરમિયાન ભરત સહાની ઘણી વાર કપૂર પરિવાર સાથે જોવા મળ્યા છે, પરંતુ તેઓ ફિલ્મી પાર્ટી અને લાઈમ લાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે.

દિલ્હી ખાતે આલિશાન બંગલો ધરાવતા ભરત સહાની અને રિદ્ધિમાના લગ્ન જીવનને આદર્શ માનવામાં આવે છે.રિદ્ધિમાની સાથે આ ફિલ્મમાં નીતુ કપૂરનો પણ મહત્તવનો રોલ છે.

ફિલ્મનું ટાઈટલ હજુ જાહેર થયું નથી અને કપિલ શર્માએ હજુ તેની સત્તાવાર જાહેરાત કરી નથી. કપિલ શર્માને ટીવીના પડદા પર કોમેડી કિંગ તરીકે ઓળખવામાં આવે છે. કપિલની કોમેડી ઓડિયન્સને ખૂબ પસંદ આવે છે, પરંતુ કપિલની ફિલ્મો ખાસ સફળતા મેળવી શકી નથી. આમ છતાં, વધુ એક વખત કપિલે ફિલ્મોમાં સફળતા મેળવવા પ્રયાસ કર્યાે છે. રિદ્ધિમા સાથેની ફિલ્મ ઉપરાંત કપિલે ‘કિસ કિસ કો પ્યાર કરું’ની સીક્વલ માટે પણ તૈયારી શરૂ કરી છે. જેના બે પોસ્ટર શેર થઈ ચૂક્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.