કપિલ શર્માનો કોમેડિયન મિત્ર સુનીલ પાલ અચાનક થયો લાપતા
મુંબઈ, દુનિયામાં કોમેડીના માસ્ટર્સની વાત કરીએ તો તેમાં કપિલ શર્માના મિત્ર કોમેડિયન સુનીલ પાલનું નામ ચોક્કસથી સામેલ થશે. પરંતુ આ સમયે સુનીલ વિશે ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. કોમેડિન લાંબા સમયથી ગુમ છે અને તેના વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.
સુનિલ પાલ લાપતા થયાની સુનિલ પાલની પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.સુનીલ પાલને કોમેડીનો બેતાજ બાદશાહ તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં તેના વિશે એક સમાચાર સામે આવી રહ્યા છે, જે તેના ફેન્સનું ટેન્શન વધારી શકે છે.
સમાચાર છે કે સુનીલ અચાનક ગાયબ થઈ ગયો છે, કોમેડિયન વિશે કોઈ સુરાગ નથી મળી રહ્યો. તેની પત્ની સરિતા સુનીલ પાલ કલાકો સુધી તેનો ફોન અજમાવી રહી છે, પરંતુ કોઈ જવાબ નથી મળી રહ્યો.ચિંતિત હોવાને કારણે સુનીલ પાલના ગુમ થવાની ફરિયાદ મુંબઈના પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. આ મામલો સામે આવ્યા બાદ મનોરંજન જગતમાં ખળભળાટ મચી ગયો છે.SS1MS