Western Times News

Gujarati News

Bollywood:કપિલ શર્માની પત્ની ધનાઢ્ય પરિવારની દીકરી છે

મુંબઈ, ભારતમાં ભાગ્યે જ કોઈ એવું હશે જે દિગ્ગજ કોમેડિયન કામિલ શર્માને જાણતું ન હોય. કપિલના લાખો ફેન્સ છે અને હવે દરેક ઘરના લોકો તેને ઓળખે છે. ઈન્ડસ્ટ્રીના લોકો કપિલ શર્માને કોમેડી કિંગના નામથી પણ બોલાવે છે. કપિલ અવારનવાર તેના ફેન્સ સાથે તેના પરિવાર વિશેની વાતો શેર કરે છે. કપિલ શર્મા અને તેની પત્ની ગિન્ની ચતરથની જાેડી ઈન્ડસ્ટ્રીમાં ફેન્સની ફેવરિટ જાેડીમાંથી એક છે.

ફેન્સને બંનેની જુગલબંધી ખૂબ જ પસંદ છે. જ્યારે ગિન્ની અને કપિલ એકબીજાને મળ્યા ત્યારે તે સમયે તે સ્ટાર નહોતો અને ન તો તેમનું મજબૂત બેકગ્રાઉન્ડ હતું. એક શોમાં જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું સ્ટેટસમાં અંતર હોવાને કારણે બંને વચ્ચે કોઈ સમસ્યા આવી છે તો તેણે શાનદાર જવાબ આપ્યો.

Bollywood: Kapil Sharma’s wife is the daughter of a rich family

કપિલે ગિન્નીના જાેરદાર વખાણ કર્યા અને કહ્યું કે તેની સાથે એડજસ્ટ થવામાં ક્યારેય કોઈ સમસ્યા નથી આવી.તેણે કહ્યું કે ગિન્ની ખૂબ જ સારા ઘરની છે પરંતુ તેણે પોતાની મહેનતના દમ પર તેની સમાન મુકામ હાંસેલ કર્યો છે. કપિલે કહ્યું કે હું ગિન્નીને ખૂબ પ્રેમ કરું છું.

 

View this post on Instagram

 

A post shared by Ginni Chatrath (@ginnichatrath)

જ્યારે તેણે મને પસંદ કર્યો ત્યારે હું રસ્તાઓ પર ફરતો હતો અને કોઈ મને ઓળખતું ન હતું. જણાવી દઈએ કે કપિલ અને ગિન્નીને બે બાળકો છે અને બંને આ સમયે ખુશહાલ જીવન માણી રહ્યા છે. ગિન્નીએ કપિલને દરેક મુશ્કેલ તબક્કામાં સાથ આપ્યો.

કપિલે કહ્યું કે તે ક્યારેય પોતાના માટે મોંઘી વસ્તુઓ ખરીદતો નથી, જાે તેની પત્ની કંઈક લાવે છે તો તે અલગ વાત છે. કપિલે કહ્યું કે આજે તે કરોડો રૂપિયા કમાય છે, પરંતુ આજે પણ તેની વિચારસરણી સામાન્ય નોકરીમાં મળતા પગાર જ જેવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.