Western Times News

Gujarati News

કપિલ સિબ્બલે અદાલતની કામગીરી સામે પોતાની નારાજગી જાહેર કરી

નવીદિલ્હી, તાજેતરમાં કોંગ્રેસ છોડનાર કપિલ સિબ્બલે અદાલતની કામગીરી સામે પોતાની નારાજગી જાહેર કરી છે. સિબ્બલ ૫૦ વર્ષથી વકીલાત કરે છે. ન્યાયતંત્રની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં વરિષ્ઠ વકીલ અને રાજ્યસભાના સભ્ય કપિલ સિબ્બલે રવિવારે જણાવ્યું હતું કે સંસ્થાના કેટલાંક સભ્યોએ અમને નિરાશ કર્યા છે અને તાજેતરમાં જે કંઇ બન્યું છે તેનાથી મારું માથું શરમથી ઝુકી ગયું છે.

સિબ્બલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે,તાજેતરના વર્ષોમાં સર્વોચ્ચ અદાલત દ્વારા અભિવ્યક્તિ અને જે રીતે તેનું અર્થઘટન કરવામાં આવ્યું છે તેને કમનસીબે એવું સ્થાન મળ્યું નથી કે જે તેના માટે બંધારણીય રીતે માન્ય હોય.

તેમણે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સંસ્થાઓનું ગળું ઘોટીને હકિકતમાં કટોકટી લગાવી દેવામાં આવી છે અને કાયદાના શાસનનું દરરોજ ઉલ્લંઘન કરવામાં આવે છે. સિબ્બલે કહ્યું કે વર્તમાન સરકારને માત્ર કોંગ્રેસ-મુક્ત ભારત જ નહીં પરંતુ વિપક્ષ મૂક્ત ભારત જાેઈએ છે.એએલટી ન્યુઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેરની ધરપકડ અંગે પૂછવામાં આવતા સિબ્બલે કહ્યું કે વધુ ચિંતાજનક મુદ્દો એ છે કે ન્યાયતંત્રના કેટલાક સભ્યોએ અમને નિરાશ કર્યા છે.Kapil Sibal expressed his displeasure over the performance of the court

યુકેથી એક ફોન ઈન્ટરવ્યુમાં સિબ્બલે કહ્યું હતું કે ન્યાયતંત્રના કેટલાક સભ્યો જે હું ૫૦ વર્ષથી ભાગ રહ્યો છું તેણે અમને નિરાશ કર્યા છે. જે બન્યું તે જાેઈને શરમથી મારું માથું ઝુકી ગયુ છે. જ્યારે ન્યાયતંત્ર કાયદાના શાસન સામે થઇ રહેલા ઉલ્લંઘનો તરફ આંખ આડા કાન કરે છે, ત્યારે આશ્ચર્ય થાય છે કે કાયદાના શાસનના રક્ષણ માટે બનાવેલી સંસ્થા ખુલ્લી આંખે કાયદાના શાસનના ઉલ્લંઘનને કેમ મંજૂરી આપે છે.

ઝુબેરની ધરપકડ પર અને દિલ્હીની અદાલત દ્વારા તેમના જામીન મંજૂર ન થતાં, તેમણે કહ્યું કે ચાર વર્ષ પહેલાં કરાયેલી ટિ્‌વટ માટે કોઇ વ્યકિતની ધરપકડ કરવી એ મારી સમજની બહાર છે, જેનો કોઇ સાંપ્રદાયિક પ્રભાવ પણ નહોતો પડ્યો.

કપિલ સિબ્બલ અગાઉની યુપીએ સરકારમાં કાયદા પ્રધાન હતા. તેમણે અયોધ્યા વિવાદ સહિત ઘણા પ્રખ્યાત કેસોમાં સુપ્રીમ કોર્ટમાં દલીલો કરી છે. તાજેતરમાં તેમણે કોંગ્રેસ છોડી દીધી હતી. તાજેતરની રાજ્યસભાની ચૂંટણીમાં તેઓ સમાજવાદી પાર્ટીના સમર્થનથી જીતીને ફરીથી ઉચ્ચ ગૃહમાં પહોંચ્યા છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.