આલિયાના સીમંત માટે એકઠો થયો કપૂર પરિવાર
મુંબઈ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ થોડા જ મહિનામાં પેરેન્ટ્સ બની જશે. આલિયા અને રણબીરના ઘરે બાળકની કિલકારી ગૂંજવાની છે ત્યારે તેને આવકારવા માટે બંનેના પરિવારો ખૂબ ઉત્સાહિત છે.
આલિયા બુધવારે દશેરાના દિવસે આલિયા ભટ્ટનું સીમંત યોજાયું હતું. જેમાં કપૂર અને ભટ્ટ પરિવારના સભ્યો ઉપરાંત આલિયાની બહેનપણીઓ અને ફિલ્મમેકર કરણ જાેહર તેમજ રણબીર-આલિયાનો ખાસ ફ્રેન્ડ-ડાયરેક્ટર અયાન મુખર્જી પણ હાજર રહ્યો હતો.
આલિયા ભટ્ટના સીમંતની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આલિયાના પરિવારના સભ્યો અને મિત્રોએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે.
આલિયા ભટ્ટે બેબી શાવરમાં પીળા રંગનો ડ્રેસ પહેર્યો હતો. આલિયાનો લૂક એકદમ સિમ્પલ હતો અને તેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે ડેડ-ટુ-બી રણબીર કપૂર પેસ્ટલ ઓરેન્જ રંગના કુર્તામાં હેન્ડસમ લાગી રહ્યો છે. કપૂર પરિવારના અન્ય સભ્યો પણ પિંક રંગના વિવિધ શેડના ટ્રેડિશનલ આઉટફિટમાં જાેવા મળ્યા હતા.
રણબીરની બહેન રિદ્ધિમા અને તેની દીકરી સમારાએ પણ પેસ્ટલ પિંક રંગનો ડ્રેસ પહેર્યો હતો. થનારા દાદી નીતૂ કપૂર પણ પિંક અને બ્લૂ રંગના ડ્રેસમાં જાેવા મળ્યા હતા. આલિયાના બેબી શાવરમાં કરિશ્મા કપૂર, રીમા જૈન, અનિસા મલ્હોત્રા, નિતાશા નંદા, શમ્મી કપૂરનાં પત્ની નીલા દેવી તેમજ શ્વેતા બચ્ચન હાજર રહ્યા હતા. તો આલિયાના પરિવારમાંથી તેની મમ્મી સોની રાઝદાન, બહેન શાહીન અને પૂજા ભટ્ટ તેમજ આલિયાના માસી ઉપસ્થિત રહ્યા હતા. આલિયા ભટ્ટની ખાસ બહેનપણીઓ પણ તેના સીમંતમાં હાજર રહી હતી.
અનુષ્કા રંજન કપૂર, આકાંક્ષા રંજન સહિતની આલિયાની બહેનપણીઓએ પણ સીમંતમાં હાજરી આપી હતી. તે પણ સિમ્પલ એથનિક વેરમાં જાેવા મળી હતી. ફિલ્મમેકર કરણ જાેહર પણ આલિયાના સીમંતમાં આવ્યો હતો.
આલિયા અને રણબીર સાથેની તેની સેલ્ફી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કરિશ્મા કપૂરે પણ પેરેન્ટ્સ ટુ-બી આલિયા-રણબીર તેમજ નિતાશા નંદા સાથેની સુંદર તસવીર શેર કરતાં દશેરાની શુભકામના આપી હતી.
તસવીરમાં જાેઈ શકો છો કે બલૂન્સ દેખાય છે એટલે બલૂન્સથી સુંદર ડેકોરેશન કર્યું હશે તેવો અંદાજાે લગાવી શકાય છે. આલિયા ભટ્ટના બેબી શાવરની જેટલી પણ તસવીરો સામે આવી છે તેમાં ભટ્ટ અને કપૂર પરિવારનું બોન્ડ પણ જાેવા મળી રહ્યું છે.SS1MS