Western Times News

Gujarati News

કપરાડામાં ૫ ગામના સરપંચ અને સમર્થકો કોંગ્રેસમાં જાેડાયા

(એજન્સી)વલસાડ,  રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વલસાડ જિલ્લાની હાઈ પ્રોફાઈલ બેઠક કપરાડા વિધાનસભા બેઠક ઉપર ભાજપમાં ગાબડું પડ્યું હતું. કપરાડા બેઠક પર ૪થી ૫ ગામના સરપંચો અને સ્થાનિક ૫૦૦ જેટલા કાર્યકરોએ ભાજપ છોડી કોંગ્રેસમાં જાેડાયા હતા.

ગૌરવ પડ્યા અને કોંગ્રેસના નેતા વિજય દેસાઈ, હરેશ પટેલની આગેવાનીમાં કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. તમામ લોકો કોંગ્રેસના ઉમેદવાર વસંત પટલેના સમર્થનમાં આગળ આવ્યાં હતા. આ બેઠક પર ભાજપ તરફથી રાજ્યના પાણી પુરવઠા મંત્રી જીતુ ચૌધરી તેમજ કોંગ્રેસ તરફથી વસંત પટેલને ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા છે.

વલસાડ જિલ્લાની ૫ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પ્રથમ ચારણને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ૪થી ૫ ગામોના સરપંચ અને ૫૦૦ જેટલા કાર્યકરાએ મ્ત્નઁથી નારાજ થઈને કોંગ્રેસમાં જાેડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.