કરણનો કાર્તિક પર ‘ભૂલભુલૈયા’ ફ્રેન્ચાઇઝી ચોરી લેવાનો આરોપ

મુંબઈ, કરણ જોહર અને કાર્તિક આર્યન વચ્ચેના અણબનાવને ભુલીને તેઓ ફરી સાથે ફિલ્મ કરી રહ્યા છે. બંનેએ સાથે આઇફા એવોર્ડનું સંચાલન પણ કર્યું હતું. જેમાં ઓડિયન્સને મજા કરાવવા તેમણે એક રૅપ બૅટલ પણ કરી હતી, જેમાં એકબીજાની મજાક કરી હતી.
આ બૅટલમાં કરણે પોતાને એવરગ્રીન ફેકલ્ટી ગણાવ્યો હતો અને કાર્તિકને નવો નિશાળીયો ગણાવ્યો હતો. કરણે પોતાને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનો કિંગમેકર જાહેર કરી દીધો હતો. સાથે તેણે એમ પણ કહ્યું, “ખાન અને કપૂર હજુ પણ ‘ઓજી’ ગણાય છે, આજકાલના હિરો જુઓ એમની જ ફિલ્મની ફ્રેન્ચાઇઝી ચોરી લે છે.”
તેના જવાબમાં કાર્તિક આર્યને પોતાની સફળતાની ગાથા વર્ણવી હતી અને કહ્યું કે તે ઇન્ડસ્ટ્રીમાં બહારનો વ્યક્તિ હોવા છતાં તેની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા ૩’ બોક્સ ઓફિસ પર સારી ચાલી હતી અને એ જ વખતે રિલીઝ થયેલી કરણ જોહરની ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’નું બોક્સ ઓફિસ પર સૂરસુરિયું થઈ ગયું હતું.
આ એવોર્ડમાં કાર્રિક આર્યને તેની ફિલ્મ માટે બેસ્ટ એક્ટર મેલનો એવોર્ડ પણ જીત્યો હતો. આ એવોર્ડ સ્વીકારતા કાર્તિકે કહ્યું, “હાલ મારી પાસે શબ્દો નથી, હું ચંદુ નથી, હું ચેમ્પિયન છું. મને ખબર છે, આ એવોર્ડ એ ફિલ્મ માટે નથી, પરંતુ મારા માટે લાગણી એવી જ છે.”
સાથે તેણે એમ પણ કહ્યું કે ભૂલભુલૈયા ળેન્ચાઇઝીનો એનો સમગ્ર અનુભવ કાંટાભર્યાે હતો.કાર્તિકે એવું પણ કહ્યું હતું કે જ્યારે ‘ભૂલભુલૈયા ૨’ માટે તેને કાસ્ટ કરવામાં આવ્યો ત્યારે ઘણા લોકોને એવી શંકા હતી કે આટલા મોટા સ્કેલની ફિલ્મમાં તેને કાસ્ટ કરવાથી ફિલ્મ ચાલશે કે નહીં.
લોકોને આવી જ શંકા ‘ભૂલભુલૈયા ૩’ માટે પણ હતી. ખાસ કરીને તેની રિલીઝ ડેટ માટે, જેમાં તેણે અજયની સિંઘમ અગેઇન તરફ ઇશારો કર્યાે હતો.આ એવોર્ડ અને ફિલ્મની સફળતા માટે તેણે ઓડિયન્સનો આભાર માન્યો હતો.SS1MS