આલિયાની પ્રેગ્નેન્સી વિશેે જાણીને રડી પડ્યો હતો કરણ

મુંબઈ, આલિયા ભટ્ટ ૨૦૨૨ની શરૂઆતથી જ ખાસ્સી ચર્ચામાં રહી છે. પહેલા ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ને લઈને, જે બાદ રણબીર કપૂર સાથેના લગ્નને લઈને ચર્ચામાં રહી. લગ્નના બે જ મહિનામાં આલિયા ભટ્ટે પ્રેગ્નેન્સીની જાહેરાત કરીને ફરી એકવાર ચર્ચા જગાવી છે.
આલિયા ભટ્ટે જૂન મહિનાના અંતમાં પોતાની પ્રેગ્નેન્સીની જાહેરાત અલ્ટ્રાસાઉન્ડનો ફોટો શેર કરીને કરી છે. આલિયાની પ્રેગ્નેન્સીની ખબર જાણીને કપૂર અને ભટ્ટ પરિવારમાં ખુશીનો માહોલ હતો જ સાથે જ ઈન્ડસ્ટ્રીના તેમના મિત્રો પણ આ વાત જાણીને ઝૂમી ઉઠ્યા હતા.Karan cried knowing about Alia’s pregnancy
ફેન્સનો પણ આનંદ ચરમ પર હતો. ફિલ્મમેકર કરણ જાેહર આલિયા ભટ્ટને પોતાની દીકરી માને છે ત્યારે આ સમાચાર સાંભળીને તેની ખુશીનો પણ પાર નહોતો. હાલમાં જ કરણ જાેહરે આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, જ્યારે આલિયાએ તેને આ ન્યૂઝ આપ્યા હતા તો તેની આંખમાં આંસુ આવી ગયા હતા.
કરણને પૂછવામાં આવ્યું કે, આલિયાએ જ્યારે તેને પ્રેગ્નેન્સીના ન્યૂઝ આપ્યા ત્યારે તેની શું પ્રતિક્રિયા હતી? જવાબ આપતાં ફિલ્મમેકરે કહ્યું, “હું રડી પડ્યો હતો. આલિયા મારી ઓફિસે આવી હતી. મને યાદ છે કે એ દિવસે બેડ હેર ડે હતો અને હું હૂડી અને કેપ પહેરીને બેઠો હતો.
તેણે મને આ સમાચાર આપ્યા હતા. મારું પહેલું ઈમોશન હતું આંસુ. આલિયાએ મને કીધું ને મારી આંખમાંથી આંસુ સરી પડ્યા. જે બાદ તેણે મને આલિંગન આપ્યું હતું. મને યાદ છે મેં તેને કહ્યું હતું- ‘મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તારું બાળક આવવાનું છે. એવું લાગતું હતું કે જાણે મારા બાળકના ઘરે બાળક આવી રહ્યું છે.
મારા માટે આ ક્ષણ લાગણીથી ભરેલી હતી અને હજી પણ છે. મેં તેને એક છોકરીમાંથી અદ્ભૂત કલાકાર બનતી અને આત્મવિશ્વાસુ મહિલા બનતી જાેઈ છે. મને તેના પર ગર્વ છે. મને પિતૃત્વનો પહેલો અહેસાસ તેણે કરાવ્યો હતો. તે ૧૭ વર્ષની ઉંમરે પહેલીવાર મારી ઓફિસમાં આવી હતી ત્યારે જ મને પિતા જેવી લાગણી ઉદ્ભવી હતી. આજે તે ૨૯ વર્ષની છે અને આ ૧૨ વર્ષ અમારા બંને માટે જાદુઈ રહ્યા છે.
મારું તેની સાથેનું બોન્ડ ખૂબ મજબૂત છે. હું તેના બાળકને મારા હાથમાં લેવા ખૂબ ઉત્સાહિત છું. મારા માટે એ ક્ષણ લાગણીથી તરબોળ હશે અને એવું લાગશે કે જાણે હું મારા જ બાળકને તેડી રહ્યો છું”, તેમ કરણ જાેહરે ઉમેર્યું.
જણાવી દઈએ કે, આલિયા ભટ્ટ હાલ કરણ જાેહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’માં કામ કરી રહી છે. આ ફિલ્મમાં આલિયા ઉપરાંત રણવીર સિંહ, ધર્મેન્દ્ર, જયા બચ્ચન, શબાના આઝમી છે. આ ફિલ્મ આવતા વર્ષે ૧૦ ફેબ્રુઆરીએ રિલીઝ થશે.
વર્કફ્રંટની વાત કરીએ તો, આલિયા પતિ રણબીર કપૂર સાથે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં દેખાશે. અયાન મુખર્જીની આ ફિલ્મ દ્વારા તેઓ પહેલીવાર સાથે ફિલ્મી પડદે દેખાશે. આ ઉપરાંત આલિયા ‘ડાર્લિંગ્સ’ અને હોલિવુડ ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’માં જાેવા મળશે.SS1MS