કરણ જાેહરની ગોવિંદા મેરા નામ ઓટીટી પર રજૂ થશે

મુંબઈ, ફિલ્મ મેકર કરણ જાેહરે પોતાના હોમ પ્રોડક્શનમાં બનનારી વિક્કી કૌશલની ફિલ્મ ‘ગોવિંદા નામ મેરા’ને લઈને અપડેટ શેર કરી છે. કરણ જાેહરે પોતાના સોશિયલ મીડિયા પર એ અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધો છે કે, ‘ગોવિંદા નામ મેરા’ સિનેમાઘરોના બદલે ઓટીટી પર રિલીઝ થશે. જાેકે, તેમણે તેની રિલીઝ ડેટ વિશે હજુ સુધી કોઈ જાણકારી શેર નથી કરી.
આ ફિલ્મમાં વિક્કી કૌશલ સાથે એક્ટ્રેસ ભૂમિ પેડનેકર અને કિયારા અડવાણી લીડ રોલમાં નજર આવશે. આ ફિલ્મ ધમાકેદાર ફેમિલી ડ્રામા હશે જેમાં દર્શકોને ફરી એક વખત ‘પતિ-પત્ની ઓર વો’ નું ચક્કર જાેવા મળશે. કરણ જાેહરે ફિલ્મ ‘ગોવિંદા નામ મેરા’ના રિલીઝ પ્લેટફોર્મની જાણકારી આપતા વિક્કી સાથે એક વીડિયો શેર કર્યો છે. જેમાં બંનેને એકદમ ચટપટી વાતો કરતા જાેઈ શકાય છે.
વીડિયોની શરૂઆત કરણ વિક્કીના હસવાથી શરૂ થાય છે. આગળ હાસ્ય સાથે કરણ વિક્કીના વખાણ કરતા કહે છે કે, અરે વિક્કી તુ તો ખરેખર એન્ટરટેનર ફાયર ક્રેકર છે યાર પરંતુ ફિલ્મોમાં ક્યારેક ફ્રિડમ ફાઈટર તો ક્યારેક કમાંડો. તારું દુઃખ ખતમ જ નથી થતું? કરણની વાત સાંભળીને વિક્કી કબૂલ કરે છે કે, તે ઘણી ઈન્ટેસ સીરિયસ વાળી ફિલ્મો કરે છે પરંતુ એક રેન્જ છે. ત્યારબાદ કરણ જાેહર તેને ‘ગોવિંદા નામ મેરા’ ઓફર કરતા નજર આવે છે અને ફિલ્મના કેરેક્ટર વિશે તેને ડિટેલ્સમાં જણાવે છે.