ફિલ્મનું ટ્રેલર પોસ્ટપોન રાખવા કરણ જોહરની વિનંતી

મુંબઈ, સાજીદ નડિયાદવાલાએ ફેબુઆરી ૨૦૨૫માં જાહેરાત કરી હતી કે ઇદ દરમિયાન રિલીઝ થનારી સલમાન ખાનની ‘સિકંદર’ સાથે ‘હાઉસફુલ ૫’નું ટ્રેલર બતાવવામાં આવશે. સાથે તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે તેની ‘હાઉસફૂલ ૫’ જૂન ૨૦૨૫માં રિલીઝ થશે.
ત્યારે હવે એવા અહેવાલો આવ્યા છે કે હવે ‘હાઉસફુલ ૫’ ડિલે થઈ શકે છે.સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, “કરણ જોહરે પહેલાં અક્ષય કુમાર સાથે હાઉસફુલનું ટ્રેલર થોડાં વખત પછી રિલીઝ કરવા વિનંતિ કરી હતી. જેથી દર્શકોને કેસરી ૨નું ટ્રેલર બતાવી શકાય.
અક્ષય સહમત થયો અને તેણે પણ કરણને વિનંતિ કરી કે તે આ વાત સાજીદ નડિયાદવાલાને સમજાવે.”સૂત્રએ આગળ એવું પણ જણાવ્યું કે કરણ જોહર અને સાજીદ નડિયાદવાલા વચ્ચે વાત થઈ અને તેમાં “સાજીદે કરણને વચન આપ્યું છે કે તે આનું કોઈ નિરાકરણ ચોક્કસ લાવશે.
તે હવે આ ટ્રેલરને ડિલે કરવાના વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે, જેથી સિકંદર સાથે કેસરી ૨નું ટ્રેલર બતાવી શકાય. એકાદ દિવસમાં અંતિમ નિર્ણય લઇ લેવાશે.”
જો સાજીદ નડિયાદવાલા સિકંદર સાથે કેસરી ૨નું ટ્રેલર બતાવે તો તો મોટી સંખ્યામાં લોકોને ફિલ્મની ઝલક મળશે. કરણ જોહરને વિશ્વાસ છે કે આ ટીઝરથી લોકોમાં ફિલ્મ જોવા માટેનો ઉત્સાહ વધશે અને ટિકિટનું વેંચાણ પણ વધશે. ‘કેસરી ૨’ ૧૮ એપ્રિલે મોટા પદડે રિલીઝ થશે.SS1MS