કરણ જોહરનો લાઈફ પાર્ટનર વ્યક્તિ નહી એપ છે
મુંબઈ, કરણ જોહર આ દિવસોમાં પોતાની લેટેસ્ટ પોસ્ટને કારણે ચર્ચામાં છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તાજેતરની પોસ્ટમાં, ફિલ્મમેકરે ખુલાસો કર્યાે છે કે, તે કોઈને ડેટ કરી રહ્યો છે.
આ સાથે, તેણે તેના પાર્ટનરની ખૂબીઓ પણ જણાવી છે.કરણ જોહર એ બોલિવૂડ સ્ટાર્સમાં સામેલ છે જે સોશિયલ મીડિયા પર સૌથી વધુ સમય પસાર કરે છે. તે અવારનવાર તેની પોસ્ટથી ફેન્સ સાથે તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફની અપડેટ્સ શેર કરે છે. તાજેતરમાં જ ફિલ્મમેકર કરણ જોહરે કહ્યું કે, ‘‘તે કોઈને ડેટ કરી રહ્યો છે.’’ આ પછી આ સમાચાર આગની જેમ સોશિયલ મીડિયામાં ફેલાઈ ગયા છે.
તેણે કરેલી પોસ્ટ મુજબ, તેની પાર્ટનર તેની વાત સાંભળે છે અને કેટલાક બિલ ચૂકવવામાં પણ મદદ કરે છે.હવે તમે વિચારતા હશો કે કોણ છે જેના પ્રેમમાં કરણ જોહર પાગલ થઈ રહ્યો છે.
આ કોઈ વ્યક્તિ નથી પરંતુ ફોન એપ છે. આ એપ ઇન્સ્ટાગ્રામ છે. કરણ જોહરે સોશિયલ મીડિયા પર એક ફની પોસ્ટ શેર કરતા કહ્યું કે, ‘‘તે ઇન્સ્ટાગ્રામને ડેટ કરી રહ્યો છે.ફિલ્મમેકરે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘હું ઇન્સ્ટાગ્રામને ડેટ કરી રહ્યો છું. તે મારી દરેક વાત સાંભળે છે.
મને મારા સપનાને અનુસરવા દે છે અને મારા કેટલાક બિલ પણ ચૂકવે છે. તેને પ્રેમ ન કરવાનું કોઈ કારણ નથી.’કરણની ખાસિયત એ છે કે, તે પોતાની જાત પર જ હસવાની કળામાં માહેર છે. ઘણા વર્ષાેથી, તે પોતાના પર જ જોક્સ બનાવીને મજાક ઉડાવતો હોય છે, અને તેના ફેન્સને હસાવતો હોય છે.
કરણ ઇન્સ્ટાગ્રામમાં અવનવી પોસ્ટ કરીને ફેન્સનું મનોરંજન કરતો હોય છે.થોડા દિવસો પહેલા, કરણ જોહરની એક ટી-શર્ટે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું અને ઘણી હેડલાઇન્સ બનાવી હતી. કરણ જોહર, જેને નેપોટિઝમનો સપો‹ટગ કહેવામાં આવે છે, તેણે ‘નેપો બેબી’નું ટી-શર્ટ પહેર્યું હતું. જેનાથી તેણે ટ્રોલ્સ પર ટોન્ટ તરીકે તેનો ઉપયોગ કર્યાે હતો.SS1MS