એકબીજામાં ખોવાયા કરન કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ

મુંબઈ, કરન કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ ફેન્સના ફેવરેટ કપલ છે. બંને એકબીજાને પ્રેમ કરે છે. બંનેએ ઘણીવાર જાહેરમાં એકબીજાના પ્રેમનો સ્વીકાર કર્યો છે. તેઓ ક્યારેય પણ પોતાનો પ્રેમ સ્વીકારવામાં અચકાતા નથી. હાલમાં જ તેમનો એક નવો વીડિયો વાયરલ થયો છે.
કરન જાેહર તથા તેજસ્વી પ્રકાશ હાલમાં જ એક મોલમાં જાેવા મળ્યા હતા. બંને એસ્કેલેટર પર હતા. કરન એસ્કેલેટર પર ઉપર જતો હતો અને તેજસ્વી નીચે આવતી હતી. આ દરમિયાન બંને જ્યારે એકબીજાની સામે આવ્યા ત્યારે બંનેએ લિપ લૉક કર્યું હતું.
સો.મીડિયામાં તેજસ્વી-કરનનો કિસ કરતો વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં જ યુઝર્સે કમેન્ટ્સ કરી હતી. એક યુઝરે કહ્યું હતું કે કરન, તેજસ્વી કરતા પણ વધુ શરમાય છે. આ ઘણું જ ક્યૂટ છે. અન્ય એકે કહ્યું હતું કે ઉફ્ફ બંને વચ્ચે કેટલો પ્રેમ છે. ઘણાં ચાહકોએ રેડ હાર્ટ ઇમોજી પોસ્ટ કરી હતી.
કરને કહ્યું હતું કે તેમની લવ સ્ટોરી એકદમ સાચી છે. તેમને કહ્યું હતું, મને લાગે છે કે તેજૂએ ઘણી સરસ વાત કહી હતી. તેણે કહ્યું હતું આ, ‘સૌથી અપૂર્ણ રીતે પરિપૂર્ણ પ્રેમ કહાની’ છે. મને લાગે છે કે અમે બંને ઘણા મજબૂત છીએ. અમારા પોતાના અભિપ્રાય છે અને એવું નથી કે તમારે હંમેશાં એક જ દિશા અથવા એક જ અભિપ્રાયમાં રહેવાનું છે. એક-બીજા માટે પર્યાપ્ત માત્રામાં પ્રેમ અને સન્માન છે. કોઈ અહંકાર નથી.SS1MS