Western Times News

Gujarati News

પ્રિયંકાએ ભીડથી દૂર એકાંત સ્થળે સેલિબ્રેટ કર્યો ૪૦મો બર્થ ડે

મુંબઈ, ગ્લોબલ આઈકોન અને ‘દેસી ગર્લ’ પ્રિયંકા ચોપરા સોમવારે (૧૮ જુલાઈ) ૪૦ વર્ષની થઈ અને તેણે તેનો બર્થ ડે શક્ય એટલી સુંદર રીતે સેલિબ્રેટ કર્યો હતો. એક્ટ્રેસ તેનો બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે સિંગર-પતિ નિક જાેનસ સાથે દરિયાકિનારે ગઈ હતી, ત્યારબાદ તેણે ફ્રેન્ડ્‌સ સાથે ડિનર પણ લીધું હતું. નિક જાેનસે આ દરમિયાન ‘બર્થ ડે ગર્લ’ને કેટલીક સરપ્રાઈઝ પણ આપી હતી.

નિક જાેનસે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પ્રિયંકા ચોપરાના બર્થ ડે સેલિબ્રેશનની ઝલક દેખાડતી તસવીરો શેર કરી છે, જેમાં તેઓ બંને એકબીજા સાથે લિપ લોક કરતાં તો એકબીજાનો હાથ પકડીને પકડીને આકાશમાં થઈ રહેલી આતિશબાજી નિહાળતી જાેવા મળ્યા.

નિક જાેનસે જે તસવીરો શેર કરી છે, તેમાંથી પહેલી તસવીરમાં બંનેને એકબીજામાં ઓળઘોળ થયેલા જાેઈ શકાય છે. નયનરમ્ય નજારાની વચ્ચે તેઓ એકબીજાને કિસ કરી રહ્યા છે. પ્રિયંકા પિંક કલરનું આઉટફિટ અને મેચિંગ સ્કાર્ફ બાંધ્યો છે, તો નિકને બ્લેક ટીશર્ટ અને શોર્ટ્‌સમાં જાેઈ શકાય છે.

બીજી તસવીર તેમના ડિનરની છે, જેમાં પ્રિયંકાના હાથમાં એક પ્લે કાર્ડ જાેવા મળી રહ્યું છે, તેમાં લખ્યું છે ‘હેપ્પી બર્થ ડે પ્રિયંકા, ૮૦’જ બેબી!’.

ત્રીજી તસવીરમાં નિકના હાથમાં ટુવાલ છે, જેમાં પ્રિયંકા માટે ખૂબ જ સુંદર શબ્દો લખ્યા છે. ટુવાલમાં લખ્યું છે ‘પ્રિયંકા! ધ જ્વેલ ઓફ જુલાઈ (જુલાઈનું રત્ન) વર્ષ ૧૯૮૨’. આ તેના માટે કોઈ સરપ્રાઈઝથી કમ નહોતી. પ્રિયંકાએ રેડ કલરનું ગાઉન પહેર્યું છે અને તેના હાથ પતિના ગળા ફરતે વીંટાળ્યા છે, બંને સુંદર આતિશબાજી જાેઈ રહ્યા છે. આ સાથે લખ્યું છે ‘હેપ્પી બર્થ ડે યુ માય લવ.

ધ જ્વેલ ઓફ જુલાઈ. જીવન નામની આ ક્રેઝી રાઈડમાં તારી સાથે હોવા માટે સન્માનિત અનુભવું છું. આઈ લવ યુ પ્રિયંકા ચોપરા’. આ પોસ્ટ પર કોમેન્ટ કરીને એક્ટ્રેસના કેટલાક ફ્રેન્ડસ અને ફેન્સે તેને જન્મદિવસની શુભકામના પાઠવી છે. પ્રિયંકા ચોપરાની મેનેજર અંજુલા પણ તેના બર્થ ડે ડિનરમાં સામેલ થઈ હતી.

તેણે એક્ટ્રેસ સાથેની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે રેડ કલરના બોલ્ડ ડ્રેસમાં જાેવા મળી રહી છે. સાથે લખ્યું છે ‘હેપ્પી બર્થ ડે ગર્લ, તારી સાથે આ અદ્દભુત દિવસની ઉજવણી કરવા મળી તે આનંદની વાત છે. તું રોલ મોડલ છે અને ઘણા માટે પ્રેરણાનો સ્ત્રોત છે.

તને મારી બહેન, મિત્ર અને પ્રેરણામૂર્તિ કહેતાં ગર્વ થાય છે. ભગવાન તારા પર આશીર્વાદ વરસાવતા રહે અને આગામી દશકાઓ સુધી તું ધમાકા કરતી રહે. આભાર નિક જાેનસ જીજુ તમારા પ્રેમ માટે’. જણાવી દઈએ કે, દીકરીના જન્મ બાદ પ્રિયંકા ચોપરાનો આ પહેલો બર્થ ડે છે. પ્રિયંકા અને નિક જાન્યુઆરી, ૨૦૨૨માં સરોગસીથી દીકરીના માતાપિતા બન્યા, જેનું નામ તેમણે માલતી મેરી પાડ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.