Bollywood : મસ્તીથી ભરપૂર રહી કરીના અને સૈફના દીકરાની બર્થ ડે પાર્ટી
મુંબઈ, કરીના કપૂર અને સૈફ અલી ખાનનો નાનો દીકરો જેહ અલી ખાન બે વર્ષનો થઈ ગયો છે. મંગળવારે તેના બીજા બર્થ ડે પર કપલે ઘર પર જ પૂલ પાર્ટી હોસ્ટ કરી હતી.
જેમાં પરિવારના સભ્યો તેમજ કેટલાક મિત્રો સામેલ થયા હતા. જેહ માટે છત પર સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું હતું અને ખૂબ જ ક્યૂટ ટુ-ટાયર કેક પણ લાવવામાં આવી હતી.
બેબો અને બંને ફોઈ- સબા પટૌડી તેમજ સોહા અલી ખાને સેલિબ્રેશનની ઝલક દેખાડતી કેટલીક સુંદર તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. સબાએ વીડિયો શેર કર્યો છે, જેમાં જેહની ટુ-ટાયર કેક જાેવા મળી રહી છે અને તે કેન્ડલ બ્લો કરી રહ્યો છે.
View this post on Instagram
કેકની ઉપર લખ્યું છે ‘હેપ્પી બર્થ ડે અવર ડાર્લિંગ જેહ બાબા’. એક તસવીરમાં પટૌડી પરિવારના ચારેય સભ્યો કેમેરા સામે પોઝ આપી રહ્યો છે અને ‘બર્થ ડે બોય’ કંઈક પીવામાં વ્યસ્ત છે. તે બ્લૂ ટીશર્ટ અને બ્લેક શોર્ટ્સમાં ક્યૂટ લાગી રહ્યો છે. કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક તસવીર શેર કરી છે, જેમાં કાર્ટૂન ‘બોબઃ ધ બિલ્ડર’ની થીમ પર ડેકોરેશન કરેલું છે અને આસપાસ કલરફુલ બલૂન્સ પણ લગાવેલા છે.
આ તસવીરમાં સૈફ અને તૈમૂર પોઝ આપી રહ્યા છે બંનેના હાથમાં ગ્લાસ છે. સૈફે પીચ કલરનો શર્ટ અને વ્હાઈટ પેન્ટ તો તૈમૂરે બ્લેક ટીશર્ટ અને બેઝ પેન્ટ પહેર્યું છે. એક્ટર હાલ તેની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. પરંતુ દીકરા સાથે રહેવા માટે તે એક દિવસની રજા લઈને ખાસ અમૃતસરથી આવ્યો હતો. સોહા અલી ખાને એક વીડિયો શેર કર્યું છે, જેમાં પાર્ટી બેનર લગાવેલા જાેઈ શકાય છે.
View this post on Instagram
ત્યાં કોઈ છોકરો પૂલમાં રહેલા બલૂનને ઉછાળે છે અને તે આકાશમાં ઉંચે ઉછળે છે. કરિશ્મા કપૂર જે નજીક ઉભી હતી તે પાછળ જુએ છે અને સોહા સામે જાેઈને સ્મિત આપે છે. બલૂનને ઉંચો જતો જાેઈને કરીનાને આશ્ચર્ય થયું હોય તેમ તેના ચહેરા પરથી લાગી રહ્યું છે.
સૈફ કુણાલ ખેમૂ સાથે વાત કરવામાં વ્યસ્ત છે. તો સોહાની દીકરી ઈનાયા સીડી પરથી નીચે ઉતરી રહી છે. આ વીડિયોની સાથે તેણે લખ્યું છે ‘જાે આજે રાતે કદાચ આકાશમાં તમને કોઈ અજાણી વસ્તુ દેખાય તો, હવે તમે જાણો છો. સોહાએ ભાઈ-બહેન સાથેની એક તસવીર શેર કરી છે. જેમાં તે બ્લેક ટીશર્ટ, ડેનિમ અને વ્હાઈટ શર્ટમાં જાેવા મળી રહી છે.
View this post on Instagram
આ સાથે તેણે સનગ્લાસિસ પહેર્યા છે અને સ્લિંગ બેગ કેરી કરી છે. બેકગ્રાઉન્ડમાં ‘જેહ’ લખેલુ બોર્ડ લગાવેલું છે. કેપ્શનમાં તેણે લખ્યું છે ‘કુટુંબ’. મંગળવારે તેના બર્થ ડે પર કપૂરના પરિવારના સભ્યો તેમજ બેબોની ફ્રેન્ડ્સે પણ જેહ સાથેની તસવીર શેર કરીને તેને વિશ કર્યું હતું.SS1MS