કરીનાએ સ્ટાફ સાથે એટિટ્યૂડથી વાત કરતા નફરતનો શિકાર બની

મુંબઈ, બોલિવુડ એક્ટર્સ અને ટ્રોલિંગ વચ્ચે અતૂટ સંબંધ છે. કેટલાક એક્ટર્સ તો એવા છે જેઓ અવાર-નવાર કોઈને કોઈ કારણથી ટ્રોલિંગનો શિકાર બનતાં રહે છે.
Kareena became a victim of hatred while talking to the staff with attitude
કરીના કપૂર પણ આવા જ સેલેબ્સમાંથી એક છે. કેટલીકવાર તે તેના મેકઅપના કારણે કેટલાક વખત દીકરાના નામના કારણે તો કેટલીકવાર ડ્રેસિંગ સેન્સના કારણે ટ્રોલ થતી હોય છે. શુક્રવારે એક્ટ્રેસ તેનું પ્રોફેશનલ કમિટમેન્ટ પૂરું કરવા માટે ઘર બહાર નીકળી હતી.
આ સમયે તેણે વ્હાઈટ કલરનું પેન્ટ અને શર્ટ પહેર્યો હતો. જ્યારે હાથમાં કોફીના કપ સાથે તેની બિલ્ડિંગથી બહાર નીકળી ત્યારે ખૂબ જ સ્ટાઈલિશ લાગતી હતી. એક્ટ્રેસ તેની સ્વેન્કી કારમાં બેસી ત્યાં સુધીનો વીડિયો ફોટોગ્રાફર્સે રેકોર્ડ કર્યો હતો.
વીડિયો જેવો સોશિયલ મીડિયામાં સામે આવ્યો કે ઈન્ટરનેટ ટ્રોલ્સે તરત જ કરીના કપૂર પર નફરત વરસાવવાનું શરૂ કરી દીધું. સ્ટાફ સાથે વાત કરતી વખતે એટિટ્યૂડ દેખાડવા અને તેનો કોફીનો કપને લઈને પણ તે નેગેટિવ કોમેન્ટ્સ માટે ટાર્ગેટ બની. એક યૂઝરે લખ્યું હતું ‘એક દિવસ તે જયા બચ્ચન બની જશે, એ જ જગ્યા પર રોજ સ્ટાફ પર બૂમો પાડે છે, ભાઈ તમે લોકો જવા દે એને જાેવામાં કોઈ રસ નથી.
તમારો સમય વેડફવાનું બંધ કરો’, એક યૂઝરે લખ્યું હતું ‘શું તે રોજ કોફી માટે રિયુઝેબલ કપનો ઉપયોગ નથી કરી શકતી!’, આ સિવાય એકે કરીના કપૂરની પોપ્યુલારિટી આલિયા ભટ્ટ લઈ ગઈ હોવાનું કહેતાં લખ્યું હતું ‘લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ ગોસિપ કરનારી કરીના કપૂર. ખુશ તુ બહોત હોગી તુમ હાઈ?? જમીન પે બેઠી અચ્છી લગ રહી હૈ આદત ડાલ હૈ ક્યૂંકી તેરી ખુરશી તો આલિયા ભટ્ટ લે ગઈ. કરીના કપૂર હાલમાં જ પશ્ચિમ બંગાળમાં તેની ઓટીટી ડેબ્યૂનું શૂટિંગ કરીને મુંબઈ પરત ફરી હતી.
સુજાેય ઘોષની થ્રિલિંગ વેબ સીરિઝ ‘ડીવોશન ઓફ સસ્પેક્ટ ઠ’માં લીડ રોલમાં છે. જેમાં તે પહેલીવાર વિજય વર્મા અને જયદીપ અહલાવત સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી જાેવા મળશે. આ સિવાય કરીના કપૂરની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની પણ ફેન્સ રાહ જાેઈ રહ્યા છે, જેમાં તે આમિર ખાનની ઓપોઝિટમાં જાેવા મળશે. ફિલ્મ ૧૯૯૩માં રિલીઝ થયેલી હોલિવુડની ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિંદી રિમેક છે. ‘લાલ સિંહ ચઢ્ઢા’ ઓગસ્ટમાં રિલીઝ થશે. એક્ટ્રેસ પાસે હંસલ મહેતાની પણ એક ફિલ્મ છે.SS1MS