કરણ જાેહરના શોમાં કરીના કપૂર અને આમિર ખાન મહેમાન બનશે
મુંબઈ, કોફી વિથ કરણ ૭ના સેટ પરથી કેટલીક બિહાઈન્ડ ધ સીન (મ્જી) તસવીરો વાયરલ થઈ છે. જેમાં કરીના કપૂર ખાન અને આમિર ખાન જાેવા મળી રહ્યા છે. કરણ જાેહરના ચેટ શોના આગામી એપિસોડમાં કરીના કપૂર અને આમિર ખાન મહેમાન બનીને આવશે. તેઓ અહીં પોતાની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું પ્રમોશન કરતાં દેખાશે.
બોલિવુડનો મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાન હાલ આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાના પ્રમોશનમાં વ્યસ્ત છે. હવે તેની સાથે કરીના કપૂરપણ જાેડાઈ ગઈ છે.
હકીકતે, બુધવારે જ કરીનાએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરીને હિન્ટ આપી હતી કે તે કરણ જાેહરના પોપ્યુલર ચેટ શો કોફી વિથ કરણ ૭માં જાેવા મળશે. હવે આ શોના સેટ પરથી આમિર અને કરીનાની તસવીરો સામે આવી છે.
સોશિયલ મીડિયા પર બિહાઈન્ડ ધ સીન તસવીરો વાયરલ થઈ રહી છે. એક તસવીરમાં આમિર ખાન શૂટ શરૂ થતાં પહેલા પાઈપ પીતો જાેવા મળે છે. જ્યારે કરણ જાેહર શૂટિંગ ફેન્સ સાથે ફોટો પડાવી રહ્યો છે.
જ્યારે બીજી તસવીરમાં આમિર ખાન અને કરીના કપૂર બાજુમાં બેઠા છે. આમિર કોઈકની સાથે વાત કરી રહ્યો છે જ્યારે કરીના કપૂર કરણ જાેહર સાથે વાતો કરે છે.
જાેકે, ફોટોમાં કરણ જાેહર સ્પષ્ટ નથી દેખાતો. જાેકે, ટેબલ પર ‘કોફી વિથ કરણ’ લખેલો મગ જાેઈ શકાય છે. આ શોમાં કરીના કપૂર બ્લેક બ્લાઉઝ, ટ્રાઉઝર અને મેચિંગ બ્લેઝરમાં જાેવા મલે છે. જ્યારે આમિર ખાને વ્હાઈટ રંગનો કુર્તો અને ડેનિમ પહેર્યું છે.
જણાવી દઈએ કે, કરીના કપૂર અને આમિર ખાન ‘કોફી વિથ કરણ ૭’માં સ્પેશિયલ ગેસ્ટ તરીકે જાેવા મળશે. અગાઉ ‘કોફી વિથ કરણ ૭’ના પ્રોમોમાં બતાવાયેલા સ્ટાર્સમાં કરીના અને આમિર નહોતા. ત્યારે હવે સેટ પરથી સામે આવેલી આ તસવીરો જાેઈને ફેન્સ ઉત્સાહમાં આવી ગયા છે.
એક દિવસ અગાઉ જ કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ પર બ્લેક આઉટફિટમાં ગ્લેમરસ તસવીરો શેર કરતાં લખ્યું હતું કે, ‘મને મારી કોફી કાળી પસંદ છે.’ જાેકે, કરીના ‘કોફી વિથ કરણ ૭’ના એપિસોડનું શૂટિંગ કરી રહી છે કે નહીં તેની પુષ્ટિ નહોતી થઈ. પરંતુ હવે સેટ પરથી સામે આવેલી તસવીરોએ સ્પષ્ટ કરી દીધું છે કે, કરીના, કરણના શોમાં દેખાશે.
આમિર ખાન અને કરીના કપૂરની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ ૧૧ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં મોના સિંહ, નાગા ચૈતન્ય જેવા કલાકારો મહત્વના રોલમાં છે. આ ફિલ્મ હોલિવુડ મૂવી ‘ફોરેસ્ટ ગમ્પ’ની ઓફિશિયલ હિન્દી રિમેક છે.SS1MS