બોલિવુડ કે ક્રિકેટ શેમાં કરિયર બનાવશે કરીના કપૂર અને સૈફ અલી ખાનનો મોટો દિકરો તૈમુર
મુંબઈ, કરીના કપૂર અને સૈફ અલી ખાન પોતાના બાળકોને ક્રિકેટ ટ્રેનિંગ પણ આપી રહ્યા છે. હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સૈફ તેના મોટા દિકરા તૈમુરને ક્રિકેટ એકેડમી લઈ ગયો હતો. તેમજ સૈફ અલી ખાન તેના પરિવાર અને ક્રિકેટ વચ્ચેના સંબંધને લઈ વાત કરી રહ્યો છે.
કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનને ૨૦૧૨માં લગ્ન કર્યા છે અને બંન્નેને ૨ બાળકો છે. મોટા દિકરાનું નામ તૈમુર અને નાના દિકરાનું નામ જહાંગીર છે. તેમના બાળકો પણ માતા-પિતાની જેમ ફેમસ થઈ ગયા છે. આ સ્ટાર જોડીએ પોતાના બાળકોને તમામ સુખ સુવિધાઓ પુરી પાડી રહ્યા છે અને સમય સમય પર સૈફ અને કરીના પોતાના બંન્ને બાળકોની સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતા પણ જોવા મળે છે.
હાલમાં એક ક્રિકેટ એકેડમીમાંથી સૈફ અલી ખાન અને તેના દિકરા તૈમુરનો એક વીડિયો સામે આવ્યો છે. અભિનેતા પોતાના દિકરાને ક્રિકેટ વિશે માહિતી આપી રહ્યો છે સાથે તેના પરિવારના ઈતિહાસ વિશે પણ જણાવી રહ્યો છે. સૈફ તુમરને કાઉન્ટી વિશે સમજાવી રહ્યો છે.
તેના દાદા વોર્સેસ્ટરશાયર માટે રમતા હતા. સૈફે તૈમુરને એ વાત પણ કરી કે, તેના પિતા મંસૂર અલી ખાન પટૌડીએ કેપ્ટનશીપ પણ કરી હતી.
ઈન્ટરનેશનલ ક્રિકેટ માસ્ટર્સે યુકેના ઈનસ્ટાગ્રામ પેજ પર શેર કરેલા એક વીડિયોમાં સૈફ અને કરીના મોટા દિકરા તૈમુરને લાર્ડસના ઈનડોર નેટ પ્રેક્ટિસ કરતા જોવા મળી રહ્યા છે. તૈમુર બેટ સાથે શોર્ટ મારતા પણ જોવા મળી રહ્યો છે. બીજા વીડિયોમાં તૈમુરે પોતાના પિતાને યોર્કર નાંખ્યો અને સૈફ પોતાના બેટથી શોર્ટ માર્યાે હતો.હાલમાં કરીના કપૂર અને સૈફ અલી ખાન લંડનમાં રજાઓ માણી રહ્યા છે.
થોડા દિવસો પહેલા અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા હતા.કરીના કપૂરે હાલમાં કોમેડી ફિલ્મ ક્‰માં પોતાના શાનદાર પરફોર્મન્સથી ચાહકોને ખુશ કર્યા છે. તે હંસલ મહેતાની અપકમિંગ ફિલ્મ ધ બકિંધમ મર્ડર્સમાં જોવા મળશે.
જે સપ્ટેમબર ૨૦૨૪માં રિલીઝ થશે. આ વચ્ચે સૈફ અલી ખાન છેલ્લી વખત પ્રભાસ અને કૃતિ સેનન સ્ટાર આદિપુરુષમાં જોવા મળ્યો હતો. તે દેવારામાં જાહ્નવી કપુર અને જૂનિયર એનટીઆરની સાથે જોવા મળશે.SS1MS