કરીના કપૂર ખાને ‘ડ્રીમ ટીમ’ સાથે ‘દાયરા’ની જાહેરાત કરી

મુંબઈ, મેઘના ગુલઝાર અને પૃથ્વી સુકુમારનની ફિલ્મ ‘દાયરા’માં કરીના કપૂર પણ જોડાઈ છે. થોડાં દિવસો પહેલાં કરીના કપૂર અને પૃથ્વી સુકુમારન મુંબઈમાં સાથે દેખાયાં હતાં.
ત્યારે હવે કરીનાએ કન્ફર્મ કર્યું છે કે તે પૃથ્વી સાથે મેઘના ગુલઝારની ફિલ્મમાં ‘દાયરા’માં કામ કરી રહી છે. આ પોસ્ટ જોતાં જ તેના ફૅન્સ પણ ઉત્સાહમાં આવી ગયાં હતાં.
કરીનાએ આ જાહેરાત કરતાં આ ફિલ્મની ટીમને ‘ડ્રીમ ટીમ’ ગણાવી હતી. કરીનાએ સોમવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. તેમાં તેણે પૃથ્વી સુકુમારન અને મેઘના ગુલઝાર સાથે તસવીરો શેર કરી હતી. તેમાંથી એક તસવીરમાં કરીના અને પૃથ્વી ઇન્ટેન્સ લૂકમાં દેખાય છે. જ્યારે અન્ય એક તસવીરમાં આ ત્રણેય હસતાં દેખાય છે.
આ તસવીરો શેર કરતાં કરીનાએ લખ્યું, “મેં હંમેશા કહ્યું છે કે હું ડિરેક્ટરની એક્ટર છું અને હવે હું આપણી પાસે રહેલાં શ્રેષ્ઠ ડિરેક્ટર્સમાંના એક એવાં મેઘના ગુલઝાર સાથે કામ કરવા અતિ ઉસ્તુક છું, સાથે સાથે પૃથ્વી સુકુમારન, જેમના કામની હું પહેલાંથી જ પ્રસંશક રહી છું. મારી ડ્રીમ ટીમ ‘દાયરા’..”આ પોસ્ટ થતાં જ કરીનાની પોસ્ટ પર કમેન્ટનો વરસાદ થઈ ગયો હતો.
કોઈએ કરીના અને પૃથ્વીને પોતાના મનપસંદ કલાકારો ગણાવ્યા હતા, તો કોઈએ આ ત્રણેયને ‘ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ -ગોટ’ કોમ્બિનેશન ગણાવ્યું હતું. તો કોઈએ આ પ્રોજેક્ટને રસપ્રદ ગણાવ્યો હતો.
મેઘના ગુલઝારે આ પહેલાં ‘રાઝી’, ‘તલવાર’ અને ‘સેમ બહાદુર’ સહીતની ફિલ્મો બનાવી છે. ફરી એક વખત આ એક ક્રાઇમ ડ્રામા ફિલ્મ હશે, જેમાં કરીના અને પૃથ્વી લીડ રોલમાં હશે. આ ફિલ્મ મેઘના સાથે યશ અને સીમાએ સાથે મળીને આ ફિલ્મ લખી છે અને હાલ પ્રી પ્રોડક્શનના તબક્કામાં છે.SS1MS