પેરિસમાં ચર્ચની સામે સૈફે ઘૂંટણિયે બેસીને કરીનાને પ્રપોઝ કર્યું હતું

કરીનાએ સૈફના પ્રપોઝલને ૩ વાર ઠુકરાવ્યું હતું-કરીનાનું શાહિદ કપૂર સાથે બ્રેકઅપ થઈ ગયું હતું અને તે પણ પોતાના કરિયર પર ધ્યાન આપી રહી હતી
મુંબઈ, વેલેન્ટાઈન વીક શરૂ થઈ ગયું છે. રોઝ ડે પછી આજે પ્રપોઝ ડે એટલે કે આજનો દિવસ પ્રેમ વ્યક્ત કરવાનો દિવસ છે. પ્રેમ વ્યક્ત કરવો અને પછી પ્રેમનો એકરાર કરવો સહેલું નથી. બોલિવૂડમાં પણ આવી ઘણી લવ સ્ટોરી છે, જ્યાં એક્ટરને પ્રેમ મેળવવા માટે ઘણી મહેનત કરવી પડી હતી.
બોલીવુડનું આવું જ એક કપલ છે ‘સૈફીના’ એટલે કે કરીના કપૂર અને સૈફ અલી ખાન. સૈફને પોતાના પ્રેમને મનાવવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. સૈફના કરીના સાથે બીજા લગ્ન હતા. અગાઉ સૈફનું દિલ એક્ટ્રેસ અમૃતા સિંહ પર આવી ગયું હતું.
સૈફ અને અમૃતાની મુલાકાત તેમની કરિયરની શરૂઆતમાં ફિલ્મ બેખુદી દરમિયાન થઈ હતી. અમૃતા તેમના કરતાં ઉંમરમાં મોટી હોવા છતાં બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં. અમૃતાથી અલગ થયા બાદ સૈફે સ્વિસ મોડલ રોઝા કેટલાનોને ૩ વર્ષ સુધી ડેટ કરી હતી. જ્યારે રિલેશન સફળ ન થયું ત્યારે તેણે ફિલ્મો પર ધ્યાન આપવાનું શરૂ કર્યું.
બીજી તરફ, કરીનાનું શાહિદ કપૂર સાથે બ્રેકઅપ થઈ ગયું હતું અને તે પણ પોતાના કરિયર પર ધ્યાન આપી રહી હતી. કરીના અને સૈફે ‘ઓમકારા’, ‘ટશન’ અને ‘એજન્ટ વિનોદ’માં સાથે કામ કર્યું હતું. આ દરમિયાન બંનેને એકબીજાની કંપની પસંદ આવવા લાગી. સૈફ કરીનામાં તેના હમસફરને જાેઈ રહ્યો હતો અને તેણે તેને પ્રપોઝ પણ કર્યું હતું.
પરંતુ કરીનાએ ઇનકાર કરી દીધો. બેબો ચોથી વખત ના પાડી શકી નહીં: કરીના પણ સૈફને પસંદ કરતી હતી પરંતુ તેને ઉંમરના તફાવત અને કરિયરને લઈને અવઢવમાં હતી. કરીનાએ સૈફના પ્રપોઝલને ત્રણ વખત ઠુકરાવી દીધો હતો.
પરંતુ ચોથી વખત સૈફે કરીનાને તે જગ્યાએ પ્રપોઝ કર્યું જ્યાં તેની માતા શર્મિલા ટાગોરને પિતા નવાબ પટૌડીએ પ્રપોઝ કર્યું હતું. ચર્ચની સામે સૈફે ઘૂંટણિયે બેસીને લવ સિટી એટલે કે પેરિસમાં કરીનાને પ્રપોઝ કર્યું હતું. આ વખતે બેબો સૈફના પ્રેમને નકારી શકી નહીં. ૫ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ સૈફીનાએ વર્ષ ૨૦૧૨માં સાદગીથી લગ્ન કર્યાં.ss1