કરીના ડાયટની ચિંતા છોડીને દીકરા સાથે જલાટોનો સ્વાદ માણતી દેખાઈ
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન લગભગ છેલ્લા એક મહિનાથી લંડનમાં છે. કરીના બંને દીકરાઓ તૈમૂર અને જેહ તેમજ પતિ સૈફ અલી ખાન સાથે લંડનમાં સમર હોલિડે માણી રહી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી કરીના કપૂર લંડનથી વિવિધ તસવીરો શેર કરીને ફેન્સને અપડેટ આપી રહી છે. કરીનાએ હાલમાં જ પોતાના મોટા દીકરા તૈમૂર સાથે આઈસ્ક્રીમનો આનંદ લીધો હતો.
જેની સુંદર તસવીરો તેણે શેર કરી છે. પહેલી તસવીરમાં કરીના કપૂર ચમચી ભરીને આઈસ્ક્રીમ લે છે. બાજુમાં ઊભેલા તૈમૂરે થોડો આઈસ્ક્રીમ નીચે ઢોળ્યો છે અને તેને જાેઈ રહ્યો છે. તૈમૂરને જાેતાં લાગે છે કે આઈસ્ક્રીમ ઢોળવા બદલ મમ્મી લડશે પરંતુ બેબો તો મસ્ત થઈને આઈસ્ક્રીમ ખાઈ રહી છે. આ ફોટો શેર કરતાં કરીનાએ લખ્યું, “ટીમ સાથે જલાટો સીરીઝ. આ સાથે જ તેણે લાફિંગ ઈમોજી શેર કર્યા છે.
જણાવી દઈએ કે, ઈટાલિયન ભાષામાં દરેક પ્રકારના આઈસ્ક્રીમને જલાટો કહેવામાં આવે છે. બીજી તસવીરોમાં કરીના અને તૈમૂર આઈસ્ક્રીમ કોનનો આનંદ લેતા જાેવા મળી રહ્યા છે. ફિટનેસ પ્રત્યે સભાન કરીના લંડનમાં ડાયટ ભૂલીને ભાવતી વસ્તુઓ ખાઈ રહી છે.
તસવીરોમાં જાેઈ શકો છે કે, કરીનાએ યલો શર્ટ અને મેચિંગ શોર્ટ્સ તેમજ શૂઝ પહેર્યા છે. ડાર્ક સનગ્લાસિસ અને વાળમાં બન સાથે કરીના સુંદર લાગી રહી છે. જ્યારે તૈમૂરે સ્લીવલેસ ટી-શર્ટ, બ્લેક શોર્ટ્સ અને શૂઝ પહેર્યા છે. કરીનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બીજી એક તસવીર પણ શેર કરી છે.
જેમાં પતિ સૈફ બેઠેલો જાેવા મળે છે. સૂટ-બૂટમાં બેઠેલા સૈફનો ઠાઠ જાેવાલાયક છે. કરીનાએ ફોટો શેર કરતાં લખ્યું, “મારી સાંજનો વ્યૂ.” સાથે જ તેણે હાર્ટ ઈમોજી મૂક્યું છે. કરીના કપૂર છેલ્લા એક મહિનાથી લંડનમાં છે ત્યારે ફ્રેન્ડ્સ અને ફેમિલીને મળી રહી છે.
કપૂર ખાનદાનના કેટલાય સભ્યો અત્યારે લંડનમાં છે ત્યારે સૌએ સાથે મળીને ૮ જુલાઈએ નીતૂ કપૂરનો બર્થ ડે પણ ઉજવ્યો હતો. આ સિવાય કરીના અને સૈફ ધ રોલિંગ સ્ટોનના કોન્સર્ટમાં પણ ગયા હતા. ઉપરાંત ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની વન-ડે મેચ જાેવા પણ ધ ઓવલ સ્ટેડિયમમાં ગયા હતા.
જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. વર્કફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂર આમિર ખાન સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જાેવા મળશે.
આ ફિલ્મ ૧૧ ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. એ સિવાય કરીના સુજાેય ઘોષની ફિલ્મ ‘ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’માં વિજય વર્મા અને જયદીપ અહલાવત સાથે દેખાશે. સૈફની વાત કરીએ તો તે પ્રભાસ સાથે ફિલ્મ ‘આદિપુરુષ’ અને હૃતિક રોશન સાથે ફિલ્મ ‘વિક્રમ વેધા’માં જાેવા મળશે.SS1MS