કરીનાની ચમકતી ત્વચાનું રહસ્ય, ડીટોક્સ એનર્જી ડ્રિંક લીંબુ-પાણી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/Kareena-Kapoor-1024x576.jpg)
મુંબઈ, વેલેન્ટાઈન્સ વીકનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આ દિવસોમાં સુંદર, સ્વસ્થ અને આકર્ષક દેખાવાની લાગણી દરેક હૈયામાં જોવા મળે છે.
પોતાની હાજરી અંગે દરેક વ્યક્તિ નોંધ લે તેવું દરેક ઈચ્છે છે. કરીના કપૂર ખાન ફિટ, હેલ્ધી અને ગ્લેમરસ રહેવા માટેના ઘરગથ્થુ નુસખાઓ અંગે વાત કરતી રહે છે. ચમકતી ત્વચા માટે કરીના કપૂર ખાનને પોતાના ફેવરિટ ડીટોક્સ એનર્જી ડ્રિન્ક પર ભરોસો છે અને તેનું આ ડીટોક્સ ડ્રિંક છે પ્રખ્યાત લીંબુ-પાણી.
સ્કિન કેરની મોંઘી પ્રોડટ્ક્સની મદદ લીધા વગર પણ ઘરગથ્થુ નુસાખાથી પોતાની સુંદરતા જાળવી શકાય છે. કરીના કપૂર ખાન એક્સરસાઈઝ અને ડાયેટ અંગે જાહેરમાં વાત કરતી રહી છે. કરીના કપૂરને સ્વાદિષ્ટ વ્યંજનો આરોગવાનો શોખ છે, પરંતુ તે પોતાના આ શોખની અસર ફિટનેસ પર પડવા દેતી નથી.
કરીનાએ લીંબુ પાણી (લેમનેડ)ને ફેવરિટ ડ્રિંક ગણાવવા ઉપરાંત અન્ય ઘરગથ્થુ નુસખા અંગે ઘણી વખત વાત કરેલી છે. કરીનાના પાવરફુલ ડ્રિંગમાં લીંબુપાણીની સાથે સંચળ, ખાંડ આદુ અને કેસર હોય છે. આ ડ્રિંગના કારણે ત્વચા કાયમ ચમકતી રહે છે અને શરીરમાં ડીહાઈડ્રેશનની અસર આવતી નથી.
શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ આ ડીટોક્સ ડ્રિંક ખૂબ અસરકારક છે કરીના કપૂર ખાનને ઝીરો ફિગર માટે જાણીતી બનાવવાનું કામ રુજુતા દિવેકરે કર્યું હતું.
રુજુતાએ લીંબુ પાણી અંગે વાત કરતા કહ્યું હતું કે, તેના કારણે બપોરના સમયમાં સુસ્તી આવતી નથી. વાળ અને ત્વચા પર કેસરની જાદુઈ અસર થાય છે. આદુ અને સંચળથી શરીર હળવું લાગે છે અને થાક વરતાતો નથી. એક્સરસાઈઝના ૬૦-૯૦ મિનિટ પહેલા ફાઈબર ફૂડ લેવાની જરૂરિયાત પણ રુજુતાએ ભાર મૂક્યો હતો.SS1MS