Western Times News

Gujarati News

યોગાસન કરી રહેલી કરીનાની નાનો દીકરો નકલ કરવા લાગ્યો

મુંબઈ, કરીના કપૂર બોલિવુડ ઈન્ડસ્ટ્રીની સૌથી ફિટ એક્ટ્રેસિસમાંથી એક છે અને તેમાં શંકાને કોઈ સ્થાન નથી. બે વખતની ડિલિવરી બાદ પણ તેણે ફિટનેસ જાળવી રાખી છે. ટોન્ડ બોડી માટે તે જિમમાં જવાના બદલે ઘરે જ યોગાસન અને પિલાટેસ કરતી રહે છે.

સોશિયલ મીડિયા પર તે ઘણીવાર તેના વર્કઆઉટ સેશનની ઝલક પણ દેખાડતી રહી છે. પરિવાર સાથે સાસુ શર્મિલા ટાગોરનો બર્થ ડે સેલિબ્રેટ કરીને હાલમાં જ જેસલમેરથી પરત આવેલી બેબોએ તેની ફિટનેસ ગેમ ફરીથી શરૂ કરી દીધી છે. આ અઠવાડિયાની શરૂઆત તેણે સૂર્યનમસ્કાર સાથે કરી. તેની ટ્રેનર અનુષ્કા પરવાણીએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કરીનાના યોગા રુટિનનો એક વીડિયો શેર કર્યો છે.

જેમાં તેની સાથે ક્યૂટ યોગા પાર્ટનર પણ જાેવા મળ્યો અને તે બીજાે કોઈ નહીં પરંતુ નાનો દીકરો જેહ હતો. કરીના કપૂરે શેર કરેલા વીડિયોમાં તેને યોગાસન કરતી જાેઈ શકાય છે. તેણે પિંક કલરનું જિમ વેઅર પહેર્યું છે. તો બીજી તરફ જેહને જાેતા તે હજી ઉઠ્‌યો જ હોય તેમ લાગે છે. તેણે વાદળી ટીશર્ટ અને ડાયપર પહેર્યું છે અને તેમાં પણ ક્યૂટ લાગી રહ્યું છે.

મમ્મી યોગાસન કરતી જાેઈને તે તેની પાસે જાય છે અને કોપી કરવાનો પ્રયાસ કરે છે. તો કરીના પણ યોગાસન કરતાં-કરતાં તેને હસાવવાનો પ્રયાસ કરે છે. થોડીવાર આમ ચાલ્યા બાદ તે મમ્મી પાસેથી ખસી જાય છે.

આ સાથે લખ્યું છે ‘કેપ્શનની જરૂર નથી, મારા અઠવાડિયાની શરૂઆત કરવા માટેની શ્રેષ્ઠ રીત’. આ વીડિયોને એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં રિશેર કર્યો છે અને લખ્યું છે ‘શુદ્ધ પ્રેમ’. ઝરીન ખાને કોમેન્ટ કરતાં ‘છુુુ’ લખ્યું છે અને રેડ હાર્ટ ઈમોજી મૂક્યું છે.

ફેન્સને પણ આ વીડિયો જાેઈને મજા આવી હોય તેમ લાગી રહ્યું છે. તેઓ જેહને ‘ક્યૂટ’ અને ‘અદ્દભુત’ ગણાવી રહ્યા છે. ૮ ડિસેમ્બરે શર્મિલા ટાગોરનો બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે પરિવાર જેસલમેરના વેકેશન પર ગયો હતો.

તેમાં ‘બર્થ ડે ગર્લ’ સિવાય સૈફ અલી ખાન, કરીના કપૂર, તૈમૂર જેહ, સોહા અલી ખાન, ઈનાયા નૌમી ખેમૂ અને સબા અલી ખાન સહિત કેટલાક મિત્રો પણ જાેડાયા હતા. કેક કટિંગ દરમિયાનની તસવીરો એક્ટ્રેસે શેર કરી હતી. જેમાં તૈમૂર અને ઈનાયા શર્મિલા ટાગોરનો હાથ પકડી કેક કાપતાં દેખાયા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.