પતિ સૈફ સાથે પટૌડી પેલેસમાં બેડમિન્ટન રમી કરીના

મુંબઈ, કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન બોલિવુડના પોપ્યુલર કપલ પૈકીના એક છે. કરીના અને સૈફ ફેન્સને કપલ ગોલ્સ આપતા રહે છે. હાલ સૈફ-કરીના બંને દીકરાઓ તૈમૂર અલી ખાન અને જેહ અલી ખાન સાથે પૈતૃક નિવાસ પટૌડી પેલેસ પહોંચ્યા છે. તેઓ થોડા દિવસ અહીં જ રહેવાના છે ત્યારે કેવી રીતે સમય પસાર કરી રહ્યા છે તેની એક ઝલક બતાવતો વિડીયો કરીનાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી કરીના કપૂરે સોમવારે પટૌડી પેલેસના ગાર્ડનમાં બેડમિન્ટ રમતો વિડીયો શેર કર્યો છે. કરીના કપૂર પતિ સૈફ સાથે બેડમિન્ટ રમતી દેખાઈ રહી છે. કરીનાએ વિડીયો શેર કરતાં લખ્યું, “પતિ સાથે મન્ડે સ્પોર્ટ..એટલું પણ ખરાબ નહોતું.
View this post on Instagram
અમ્મુ, તું ગેમ માટે તૈયાર છે?” આ સાથે જ કરીનાએ પોતાની બેસ્ટફ્રેન્ડ અમૃતા અરોરાને ટેગ કરી છે. વિડીયોમાં પાછળ સિંગર એપી ધિલ્લોનનું ગીત ‘સમર હાઈ’ વાગતું સંભળાય છે. આ વિડીયો પર કરીનાની નણંદ સોહા અલી ખાને કોમેન્ટ કરતાં તેની સાથે રમવાની ઓફર કરી હતી પરંતુ કરીનાએ તેને ના પાડી દીધી. સોહાએ લખ્યું, “મને અમૃતા અરોરાની તો ખબર નથી પણ હું રમવા માટે તૈયાર છું.”
કરીનાએ જવાબ આપતાં લખ્યું, “સોહા, સોરી પણ આ ચેમ્પિયન્સ માટે નથી. આ તો બિગિનર કરતાં પણ નીચલી કક્ષાના લોકો માટે છે?” કરીનાની બીજી નણંદ સબાએ કોમેન્ટ કરતાં લખ્યું, “ખૂબ સરસ.” અમૃતા અરોરાએ પણ કરીનાના વિડીયો પર કોમેન્ટ કરતાં લખ્યું, “હાહાહાહા. તું અમારી સાથે રમી શકે છે કરીના કપૂર ખાન.
જણાવી દઈએ કે, બે દિવસ પહેલા જ સૈફ અને કરીના પોતાના દીકરાઓ સાથે મુંબઈ એરપોર્ટ પર જાેવા મળ્યા હતા. એ વખતે સ્ટાઈલિશ લૂકમાં ચારેય એરપોર્ટ પર જાેવા મળ્યા હતા. જાેકે, તેઓ ક્યાં જઈ રહ્યા છે તેનો ખુલાસો નહોતો થયો. જાેકે, હવે તેઓ સૈફના પૈતૃક નિવાસસ્થાન પટૌડી પેલેસ આવ્યા હોવાની ખબર પડી ગઈ છે. સૈફ-કરીના અવારનવાર અહીં રોકાવા આવતા રહે છે.
કરીના બીજીવાર પ્રેગ્નેન્ટ હતી ત્યારે પણ તેઓ અહીં રોકાયા હતા. આ સિવાય ગત વર્ષે તેમણે દિવાળી પણ પટૌડી પેલેસમાં જ ઉજવી હતી. વર્કફ્રંટની વાત કરીએ તો, કરીના હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જાેવા મળી હતી. હવે કરીના કપૂર સુજાેષ ઘોષની ફિલ્મ ‘ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’માં દેખાશે.
આ ફિલ્મ દ્વારા કરીના ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરશે. આ સિવાય તે હંસલ મહેતાની ફિલ્મમાં પણ જાેવા મળવાની છે અને રિયા કપૂર સાથે પણ એક પ્રોજેક્ટમાં જાેવા મળશે. સૈફની વાત કરીએ તો તે ફિલ્મ ‘વિક્રમ વેધા’માં હૃતિક રોશન સાથે અને ‘આદિપુરુષ’માં પ્રભાસ સાથે દેખાશે.SS1MS