શૂટિંગમાંથી સમય કાઢી ભાઈ-બહેન સાથે ડિનર પર પહોંચી કરીના
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/11/Karina.webp)
મુંબઈ, કરીના કપૂર ખાન હાલ લંડનમાં પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. કરીના કપૂર નાના દીકરા જેહ સાથે લંડન ગઈ છે. અહીં શૂટિંગ કરવાની સાથે કરીના પોતાના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતી પણ દેખાઈ હતી. લંડનમાં કરીના કપૂરે બહેન કરિશ્મા કપૂર, ફોઈના દીકરાઓ આદર જૈન અને અરમાન જૈન તેમજ તેની પત્ની અનિસા મલ્હોત્રા સાથે લંડનમાં જાેવા મળી હતી.
કપૂર પરિવારના આ પાંચેય સભ્યોની તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરમાં જાેઈ શકો છો કે, કરીના કપૂરે વ્હાઈટ રંગનું ટર્ટલનેક સ્વેટર, બ્લેક પેન્ટ અને જકેટ પહેર્યા છે. સાથે તેણે બ્લેક હીલ્સ અને બ્લૂ રંગની બેગ સાથે લૂક પૂરો કર્યો હતો.
કરિશ્મા કપૂરે પણ બ્લેક અને વ્હાઈટ રંગનો આઉટફિટ પહેર્યો હતો. બધા જ ક્લાસી લૂકમાં ડિનર માટે પહોંચ્યા હતા. આદર જૈને આ ફોટો શેર કરતાં કોઈ કેપ્શન તો નથી લખ્યું પરંતુ બ્લેક હાર્ટનું ઈમોજી મૂક્યું છે. કરીના કપૂર હાલ હંસલ મહેતાના ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મનું શૂટિંગ લંડનમાં કરી રહી છે.
કરીના દિવાળી પહેલા પણ આ ફિલ્મના શૂટિંગ માટે લંડન ગઈ હતી. જે બાદ દિવાળી ઉજવવા માટે મુંબઈ પરત આવી હતી. દિવાળી પૂરી થતાં જ કરીના નાના દીકરા જેહને લઈને ફરી એકવાર શૂટિંગ માટે લંડન ઉપડી ગઈ હતી. આ ફિલ્મમાં કરીના કપૂર ડિટેક્ટવના રોલમાં જાેવા મળશે. એકતા કપૂરના પ્રોડક્શન હાઉસ હેઠળ બની રહેલી આ ફિલ્મમાં કરીના પણ પ્રોડ્યુસર છે.
કરીના કપૂર લંડનમાં શૂટિંગ કરી રહી છે ત્યારે સૈફ અલી ખાન મોટા દીકરા તૈમૂરનું ધ્યાન રાખી રહ્યો છે. હાલમાં જ તૈમૂર અને સૈફ માલદીવ્સમાં ટૂંકું વેકેશન ગાળીને મુંબઈ પરત આવ્યા છે. કરીનાની ગેરહાજરીમાં સૈફ તૈમૂરને તેની ખોટ વર્તાવા નથી દઈ રહ્યો.
વર્કફ્રંટની વાત કરીએ તો કરીના ‘ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’ નામની ફિલ્મ દ્વારા ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરશે. આ ફિલ્મમાં જયદીપ અહલાવત અને વિજય વર્મા પણ છે. સૈફ અલી ખાન પ્રભાસ સાથે ફિલ્મ ‘આદિપુરુષ’માં જાેવા મળશે.SS1MS