પતિ સાથે સન્ડે એન્જોય કરતી જોવા મળી કરીના
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/02/Karina-2.jpg)
મુંબઈ, એક્ટ્રેસ કરીના કપૂર ખાને પતિ સૈફ અલી ખાન સાથેના સન્ડે એન્જાેય કરતા ફોટોગ્રાફ્સ શેર કર્યા છે. જેમાં સૈફ અલી ખાન પણ કેમેરા સામે પોઝ આપતો જાેવા મળી રહ્યો છે. સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન અને દીકરા તૈમુર અલી ખાને હાલમાં જ બાંદ્રાની રેસ્ટોરન્ટની મુલાકાત લીધી હતી.
કરીના કપૂર ખાને ફોટો શેર કરતા લખ્યું કે, મારો સન્ડે મૂડ, લવ હસબન્ડ. સાથે જ રેડ હાર્ટ ઈમોજી પણ શેર કર્યું છે. કરીના કપૂર અને સૈફ અલી ખાન બોલિવુડના પર્ફેક્ટ કપલમાંથી એક છે.
બંનેએ આમ તો ફિલ્મ LOC કાર્ગિલ અને ઓમકારામાં સાથે કામ કર્યું હતું, પરંતુ ૨૦૦૮માં આવેલી ફિલ્મ ટશનના સેટ પર બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.
આ જ વર્ષે એક્ટરે તેના હાથ પર હિંદીમાં બંનેના નામના મિશ્રણ ‘સૈફીના’નું ટેટૂ કરાવીને રિલેશનશિપને ઓફિશિયલ કરી દીધા હતા. ચાર વર્ષની ડેટિંગ બાદ કરીના અને સૈફ ૧૬ ઓક્ટોબર, ૨૦૧૨ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. કરીના કપૂરની ગુરુવારે (૧૧ ઓગસ્ટ) રિલીઝ થયેલી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં તે લાલનું (આમિર ખાન) પ્રપોઝલ નકારી કાઢે છે.
રિયલ લાઈફમાં પણ તેણે સૈફ સાથે આવું એકવાર નહીં પરંતુ બેથી વધુ વખત કર્યું હતું સૈફ અલી ખાન અને કરીના કપૂરના નાના દીકરા જેહનો જન્મ ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ થયો છે. જ્યારે તૈમૂરનો જન્મ ૨૦ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ થયો હતો. કરીના અને સૈફના લગ્નને ૧૦ વર્ષ થયા છે.
કપલે ૧૬ ઓક્ટોબર ૨૦૧૨ના રોજ લગ્ન કર્યા હતા. કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો મોટો દીકરો તૈમૂર જન્મ્યો ત્યારથી જ સતત મીડિયાના ફોટોગ્રાફર્સની નજરોમાં રહ્યો છે. તેને કેમેરામાં કેદ કરવા માટે મીડિયાના ફોટોગ્રાફર્સ હંમેશા દોડાદોડી કરતાં જાેવા મળે છે.
તૈમૂરનો નાનો ભાઈ જેહ જન્મ્યો ત્યારે તેની સાથે પણ આવું જ છે. તેની એક ઝલક કેમેરામાં કેદ કરવા ફોટોગ્રાફર્સ પડાપડી કરે છે. શું તે પણ લગ્ન કરતાં સૈફનું પ્રપોઝલ નકાર્યું હતું તેમ પૂછતાં કરીના કપૂરે કહ્યું હતું ‘હા, મને હવે યાદ પણ નથી. લગભગ તેમ બે કે તેથી વધુ વખત થયું હતું.
પરંતુ સૌથી વધુ જરૂરી એ છે કે મેં હા પાડી’. સૈફના પ્રપોઝલને ફગાવવા પાછળનું કારણ જણાવતાં બેબોએ કહ્યું હતું ‘હું ત્યારે પણ પ્રેમમાં હતી, અમે બંને માત્ર એકબીજાને થોડા ઓળખી રહ્યા હતા. મને લાગે છે કે, આ તેના કારણે હતું, માત્ર આટલું જ. પરંતુ મને લાગે છે કે, મને હંમેશાથી ખાતરી હતી કે હું તેની સાથે લગ્ન કરવાની છું’.SS1MS