કરીશ્મા તન્નાએ સંઘર્ષના દિવસો યાદ કર્યા

મુંબઈ, અભિનેત્રી કરિશ્મા તન્નાએ ટેલિવિઝનના સૌથી લોકપ્રિય શા ક્યોંકી સાસ ભી કભી બહુ થી સાથે તેની અભિનય કારકિર્દીની શરુઆત કરી હતી.
જોકે આ શાથી કરિશ્માને વધારે ઓળખ મળી ન હતી. ઘણા સંઘર્ષનો સામનો કરી ચૂકેલી કરિશ્માએ નાના પડદાથી મોટા પડદા સુધીની સફર કરી છે.એક ઈન્ટરવ્યૂમાં કરિશ્માએ તેના સંઘર્ષના દિવસોને યાદ કરતા જણાવ્યું હતું કે, કેવી રીતે તેને ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મોમાં રોલ આપવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો.
કરિશ્માએ ખુલાસો કર્યાે હતો કે જ્યારે પણ તે ફિલ્મો માટે ઓડિશન આપવા ગઈ ત્યારે તેને બોડી શેમિંગ અને રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો.
કરિશ્મા તન્નાને જ્યારે પણ કહેવામાં આવે છે કે, તે ટીવી અભિનેત્રી હોવાને કારણે ફિલ્મોમાં ભૂમિકાઓ મેળવી મુશ્કેલ છે ત્યારે તેણે અપમાનિત અને નિરાશા અનુભવાય છે. જોકે હવે વસ્તુઓ બદલાઈ રહી છે. તેમ છતાં નોકરી મળવાની કોઈ ગેરંટી નથી.
તેણે કહ્યું હતું કે, આ નિરાશા છે, અપમાન છે અને સાથે જ હું એ પણ મૂંઝવણમાં છું કે તમે એક અભિનેતાને એક શ્રેણીમાં કેમ મૂકી રહ્યા છો? લીટીઓ શા માટે દોરી છે? કલાકાર એ કલાકાર છે.અગાઉ ટીવી, ફિલ્મ અને થિયેટર કલાકારો વચ્ચે મોટી રેખાઓ હતી. હવે મને લાગે છે કે વસ્તુઓ બદલાઈ રહી છે અને સરળ થઈ રહ્યું છે.SS1MS