ટ્વીટ પર હોબાળો, એવું તે શું થયું કે કોંગ્રેસે માફી માંગવી પડી

કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે આ ટિ્વટ હટાવવા માટે કોંગ્રેસની મીડિયા ટીમને આદેશ આપ્યો
મૈસુર, કર્ણાટકમાં વિધાનસભાની પેટા ચૂંટણી આાગામી દિવસોમાં યોજાવાની છે. એ પહેલા કોંગ્રેસે કરેલા એક ટિ્વટને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો માહોલ વધારે ગરમ થઈ ગયો છે. કોંગ્રેસના સત્તાવાર ટિ્વટર હેન્ડલ પરથી ટિ્વટ કરવામાં આવ્યુ હતુ કે, કોંગ્રેસે સ્કૂલો બનાવી પણ પીએમ મોદી ક્યારેય ભણવા માટે ના ગયા, Karnataka Congress deletes controversial tweet against PM Modi
કોંગ્રેસે પ્રોઢ શિક્ષણ યોજના પણ શરૂ કરી, પીએમ મોદીએ તેનો પણ લાભ ના લીધો..જે લોકો ભીખારી છે તેઓ હવે દેશના લોકોને ભીખ માંગવા પ્રેરી રહ્યા છે. અંગૂઠા છાપ પીએમ મોદીના કારણે દેશ સહન કરી રહ્યો છે. સાથે સાથે કોંગ્રેસે કહ્યુ હતુ કે, દેશની આર્થિક સમસ્યાઓ માટે પીએમ મોદી જવાબદાર છે.
પીએમ મોદીમાં જાે હિંમત હોય તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે જાહેર ડિબેટ કરે. જ્યારે ભાજપે તેનો જવાબ આપતા કહ્યુ હતુ કે, સ્કૂલો પૂરતી હતી પણ રાહુલ ગાંધી ભારતમાં ના ભણ્યા, પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમ પણ ચલાવાયો હતો પણ પપ્પુ માનસિક રીતે વિકસિત નથી થયો. આ હદે નીચે કોંગ્રેસ જ જઈ શકે છે.
બીજી તરફ કોંગ્રેસના રાજ્યના અધ્યક્ષ ડી.કે.શિવકુમારે આ ટિ્વટ હટાવવા માટે કોંગ્રેસની મીડિયા ટીમને આદેશ આપ્યો છે. તેમનુ કહેવુ છે કે, આ પ્રકારની ભાષા સહન નહી કરવામાં આવે. તેમણે આ માટે માફી પણ માંગી હતી અને કહ્યુ હતુ કે, કોઈ શિખાઉ વ્યક્તિથી આ ભુલ થઈ છે.