Western Times News

Gujarati News

આ કારણસર ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાનના પૌત્ર અને હાલના સાંસદને ભારત છોડી ભાગવું પડ્યું

દેવ ગૌડાનો પૌત્ર જનતાદળ (સેક્યુલર)નો સાંસદ પ્રજ્વલ રેવન્ના  ભારત છોડીને ફરાર

(એજન્સી) બેંગલુરુ, ભૂતપૂર્વ વડાપ્રધાન દેવ ગૌડાનો પૌત્ર અને જનતાદળ (સેક્યુલર)નો સાંસદ પ્રજ્વલ રેવન્ના દેશ છોડીને ભાગી ગયો હોવાનું બહાર આવ્યું છે. પ્રજ્વલ રેવન્નાનો એક કથિત અશ્લિલ વીડિયો વાઈરલ થયો હતો. Former Prime Minister Dev Gowda’s grandson and Janata Dal (Secular) MP Prajwal Revanna

ત્યાર પછી તેની સામે તપાસ થઈ રહી હતી. દેવ ગૌડાના પૌત્ર સામે તપાસ કરવા માટે એક SITની રચના કરવામાં આવી હતી જે દરમિયાન તે દેશ છોડીને ફરાર થઈ ગયો છે. પ્રજ્વલ રેવન્નાનો અÂશ્લલ વીડિયો વાઈરલ થયા પછી આ અંગે તપાસ કરવા મહિલા પંચ દ્વારા માગણી કરવામાં આવી હતી.

ત્યાર બાદ કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે તપાસનો આદેશ આપ્યો હતો અને સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમને તપાસ માટે બેસાડી હતી. આ દરમિયાન તપાસથી બચવા માટે પ્રજ્વલ રેવન્ના સીધો જર્મની ભાગી ગયો છે.

લોકસભાની ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં રાજકારણમાં ગરમી આવી ગઈ છે. આ મામલે જનતાદળ (સેક્યુલર)એ પાર્ટીના હેડક્વાર્ટર ખાતે એક ઈમરજન્સી પ્રેસ મિટિંગ પણ બોલાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.