Karnataka: મુખ્યમંત્રી પદ માટે સિદ્ધારમૈયા અને DK શિવકુમાર વચ્ચે ખેંચતાણ
કર્ણાટક કોંગ્રેસમાં ચાલતો જૂથવાદ સપાટી પરઃ મોવડી મંડળ ચિંતિત
ડીકે શિવકુમારનું કહેવુ છે કે, જાે આ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે, તો પહેલા અઢી વર્ષનો કાર્યકાળ મને આપવામાં આવે, ત્યારબાદના અઢી વર્ષ સિદ્ધારમૈયાને આપવામાં આવે.
(એજન્સી)બેંગલુરૂ, કર્ણાટકમાં કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી મેળવવા છતાં મુખ્યમંત્રીની પસંદગીનું કોકડું આજે પણ ગુંચવાયેલું રહ્યું હતું. સમગ્ર મામલો દિલ્હીમાં ખસેડવામાં આવ્યો છે. કોંગ્રેસના (Congress) રાષ્ટ્રીય પ્રમુખ ખડગેએ સિદ્ધારમૈયા અને ડી કે શિવકુમાર સાથે તબક્કાવાર બેઠકો યોજી હતી. Karnataka: Tug of war between Siddaramaiah and DK Shivakumar for Chief Minister’s post
એક સમયે બંનેને અઢી અઢી વર્ષની મુદ્દત માટે મુખ્યમંત્રી બનાવવાની પ્રપોઝલ રજૂ કરવામાં આવી હતી. પરંતુ બંને પ્રતિસ્પર્ધીઓ વચ્ચે આ મુદ્દે પણ સહમતી સધાઈ નહીં હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. કોંગ્રેસ મોવડી મંડળે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, આવતીકાલ ગુરુવારે મુખ્યમંત્રીનું નામ જાહેર કરવામાં આવશે.
પરંતુ તે કોણ હશે તે હજુ સ્પષ્ટતા કરવામાં આવશે. સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર સિદ્ધારમૈયા કર્ણાટકના સીએમ તરીકે નક્કી કરવામાં આવ્યા છે. તે આવતીકાલે સીએમ પદના શપથ ગ્રહણ કરી શકે છે. બીજીબાજુ, ડીકે શિવકુમારે પણ મુખ્યમંત્રી બનવા માટે પક્ષનાં નેતાઓ સાથે બેઠક કરી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું.
તેથી સિદ્ધારમૈયા મુખ્યમંત્રી બને છે કે નહીં તે અંગે અટકળો સેવાઈ રહી છે. આવતીકાલ સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે તેવું મનાઈ રહ્યું છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી મળી છે. જાે કે ચૂંટણી પરિણામના ચાર દિવસ બાદ પણ સરકાર બનાવી શકી નથી.
સવાર પડતાં જ ફરી એકવાર ‘કર્ણાટકના સીએમ કોણ બનશે તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામો ૧૩ મેના રોજ આવ્યુ હતું. કોંગ્રેસે ચૂંટણીમાં બહુમત સાથે મોટી જીત મેળવી અને ભાજપને સત્તા પરથી હટાવી દીધી હતી. કોંગ્રેસે ચૂંટણી પહેલા મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો ન હતો.
આ સ્થિતિમાં ચૂંટણી બાદ પૂર્વ સીએમ સિદ્ધારમૈયા અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે સીએમ પદ માટે દાવો કર્યો હતો. આ પછી હાઈકમાન્ડે બંને નેતાઓને દિલ્હી બોલાવ્યા હતા. ચાર દિવસના મંથન અને વાટાઘાટોના અનેક રાઉન્ડ બાદ પણ નામ પર કોઈ સહમતિ બની શકી નથી.
કોંગ્રેસ પાર્ટી કર્ણાટકના મુખ્યમંત્રી માટે અઢી વર્ષ અઢી વર્ષની ફોર્મ્યુલા લાવી છે અને તેની ચર્ચા થઈ રહી છે, ત્યારે ડીકે શિવકુમારે પોતાની માગ જાહેર કરી દીધી છે. ડીકે શિવકુમારનું કહેવુ છે કે, જાે આ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે, તો પહેલા અઢી વર્ષનો કાર્યકાળ મને આપવામાં આવે, ત્યારબાદના અઢી વર્ષ સિદ્ધારમૈયાને આપવામાં આવે.
પહેલા અઢી વર્ષ જાે મને મુખ્યમંત્રી બનાવવામાં આવશે તો ત્યારબાદ મારી કોઈ માંગણી રહેશે નહીં. ડી કે શિવકુમારે નાયબ મુખ્યમંત્રીના પદને પણ ઠુકરાવી દીધુ હતુ. કર્ણાટકમાં કોને મુખ્યમંત્રી બનાવાશે તે અંગેની ચર્ચા ચાલી રહી છે, ત્યારે કર્ણાટકના પ્રભારી રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે ” અત્યારે કોઈ ર્નિણય લેવામાં આવ્યો નથી. હાલ વાતચીત ચાલી રહી છે.
કોઈ અફવા પર વિશ્વાસ કરશો નહીં. ર્નિણય આજે અથવા તો કાલે થશે. જે ર્નિણય લેવામાં આવશે તે તમને જણાવવામાં આવશે.