કર્ણાટકની કોંગ્રેસ સરકારે સીબીઆઈની તપાસની સંમતિ પાછી ખેંચી
નવી દિલ્હી, કર્ણાટક સરકારે ગુરુવારે બપોરે રાજ્યમાં વિવિધ ગુનાહિત મામલાની તપાસ માટે સીબીઆઈને આપવામાં આવેલી સામાન્ય સંમતિ પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યાે હતો. રાજ્યના કાયદા મંત્રી એચકે પાટીલે આ માહિતી આપી છે.
જોકે, પાટીલે આ નિર્ણય પાછળ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામેના જમીન કૌભાંડના આરોપોને કોઈ સંબંધ નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે રાજ્ય સરકાર કેન્દ્રીય તપાસ એજન્સીના “પક્ષપાતી” વલણને ઉઘાડુ પાડવા માંગે છે. પાટીલે પત્રકારોને જણાવ્યું હતું કે, અમે સીબીઆઈને જે પણ કેસ મોકલ્યા છે તેમાં તેઓએ હજુ ચાર્જશીટ પણ દાખલ કરી નથી… જેના કારણે ઘણા કેસ લાંબા સમયથી પેન્ડિંગ છે.
તેઓએ અમારા દ્વારા મોકલવામાં આવેલા કેસોની તપાસ કરવાનો પણ ઈન્કાર કરી દીધો છે. આવા ઘણા ઉદાહરણો છે. તેથી અમે તેમની પાસેથી સામાન્ય સંમતિ પાછી ખેંચી રહ્યા છીએ.”
ઉલ્લેખનીય છે કે મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા તેમની પત્નીને ૧૪ પ્લોટ ફાળવવાના સંદર્ભમાં મુખ્યમંત્રી પર આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે રાજ્ય કોંગ્રેસ સરકારે સીબીઆઈની પરવાનગી પાછી ખેંચવાનો નિર્ણય કર્યાે હોવાનું મનાઈ રહ્યું છે.SS1MS