આ પ્રજાતિના શિકારી કૂતરાઓ પ્રધાનમંત્રીના સુરક્ષા કાફલામાં તૈનાત કરાશે

શિવાજી મહારાજની સેનામાં મુધોલ શિકારી કૂતરાઓ
બેંગલુરૂ, વડાપ્રધાનની સુરક્ષામાં ટૂંક સમયમાં સ્વદેશી જાતિના કૂતરા તૈનાત કરવામાં આવી શકે છે. કર્ણાટકના મુધોલ શિકારી જાતિના કૂતરાઓને આ જવાબદારી મળી શકે છે. Karnataka’s dog breed Mudhol is currently undergoing training and will be serving soon in Special Protection Group.
વડાપ્રધાનની સુરક્ષા હેઠળ તૈનાત સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ આ કૂતરાઓને તેની ડોગ સ્ક્વોડમાં ભરતી કરી શકે છે. આ જાતિનું નામ દક્ષિણ ભારતના મુધોલ રજવાડા પરથી પડ્યું છે. એવું કહેવાય છે કે શિવાજી મહારાજની સેનામાં મુધોલ શિકારી કૂતરાઓ પણ હતા.
અર્ધલશ્કરી દળ, ડીઆરડીઓ, રાજય પોલીસ અને વન વિભાગે પણ આ કૂતરાઓની સેવા લીધી છે. હાલમાં મુધોલ હાઉન્ડ આર્મી, એરફોર્સ, આઈટીબીપી, એસએસબીમાં તૈનાત છે. આ ઉપરાંત વાઘના રક્ષણ માટે બાંદીપુર ટાઈગર રિઝર્વમાં સ્પેશિયલ ટાઈગર પ્રોટેક્શન ફોર્સ તરીકે મુધોલ હાઉન્ડને તૈનાત કરવામાં આવ્યા છે.
ચંદીગઢ અને મોહાલીમાં આતંક મચાવવાનો પ્રયાસ કરી રહી છે. આતંકવાદીઓ કોઈપણ બસ સ્ટેન્ડને નિશાન બનાવી શકે છે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ આ અંગે પંજાબ સરકારને ઇનપુટ મોકલ્યા છે. આ પછી પંજાબ પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને લઈને આયોજન શરૂ કરવામાં આવ્યું છે.