કાર્તિક આર્યન યુરોપમાં રસ્તા પર બેસીને ખાતો જોવા મળ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/07/Kartik2.jpg)
મુંબઈ, ભૂલ ભૂલૈયા ૨ની સફળતા બાદ કાર્તિક આર્યન પોતાના બિઝી શિડ્યુલમાંથી સમય કાઢીને યુરોપની ટ્રીપ ગયો છે. અહીં તે પોતાના મિત્રો સાથે મસ્તી કરતો જાેવા મળી રહ્યો છે. જાેકે, આવું અમે નહીં કાર્તિક આર્યનનું સોશિયલ મીડિયા અકાઉન્ટ કહી રહ્યું છે.
હોલિડે દરમિયાન પણ કાર્તિક સોશિયલ મીડિયા પર ખાસ્સા એક્ટિવ છે અને પળેપળની માહિતી ફેન્સને આપી રહ્યો છે. આ દરમિયાન, કાર્તિકનો એક મજેદાર વિડીયો સામે આવ્યો છે. જેમાં કંઈક એવું થયું કે, તેને આધાર કાર્ડ બતાવવાની સ્થિતિ આવી ગઈ.
હકીકતે, કાર્તિક આર્યન યુરોપમાં રસ્તા પર બેસીને કંઈક ખાઈ રહ્યો હતો. તેને લાગ્યું હતું કે વિદેશમાં કોઈ નહીં ઓળખે અને મોજથી ફરી શકશે. પરંતુ તેની ફેન ફોલોઈંગ એટલી વધારે છે કે લોકોએ વિદેશી ધરતી પર પણ તેને ઓળખી ગયા. કાર્તિક આર્યન યુરોપમાં રસ્તા પર બેસીને કંઈક ખાવામાં વ્યસ્ત હતો ત્યારે એક ફેન તેની પાસે આવીને કહે છે, ‘તમારી સાથે એક ફોટો પડાવું? કારણકે મારી ફ્રેન્ડને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તમે કાર્તિક આર્યન છો.’ જે બાદ એક્ટર કહે છે, “હું જ કાર્તિક આર્યન છું.
આધાર કાર્ડ બતાવું?” આ સાંભળીને ત્યાં ઊભેલા લોકો પણ હસવા લાગ્યા હતા. લાઈટ્સ, કેમેરા, એક્શન. થી દૂર એટલે કે ફિલ્મી સેટથી દૂર રહીને કાર્તિક આરામનો સમય માણી રહ્યો છે. મિત્રો સાથે યુરોપ ફરીને કાર્તિક સુવર્ણ સંભારણા બનાવી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર તે ટ્રીપની કેટલીય તસવીરો પણ શેર કરી રહ્યો છે. ભૂલ ભૂલૈયા ૨’ની સફળતાનો સ્વાદ ચાખનારો કાર્તિક આર્યન હવે ‘શહેઝાદા’ અને ‘ફ્રેડી’ જેવી ફિલ્મોમાં દેખાશે. ફેન્સ કાર્તિકની આગામી ફિલ્મોની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.SS1MS