હેરા ફેરી-૩માં કાર્તિક આર્યન નહીં ભજવે રાજુનું પાત્ર
મુંબઈ, ફિલ્મ હેરા ફેરીના ત્રીજા ભાગની ચર્ચા છેલ્લા થોડા દિવસથી ખૂબ થી રહી છે. ‘હેરી ફેરી’ ફ્રેન્ચાઈઝમાં કાર્તિક આર્યને અક્ષય કુમારનું સ્થાન લીધું હોવાની ચર્ચા ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર આ ફિલ્મ અને અક્ષય કુમારના ફેન્સે કાર્તિક આર્યનને ‘હેરા ફેરી ૩’માં લેવાયો હોવાની વાતે નિરાશા વ્યક્ત કરી હતી. એવામાં અક્ષય કુમારે પણ એક કાર્યક્રમમાં પુષ્ટિ કરી હતી કે, તે ‘હેરા ફેરી ૩’માં નહીં જાેવા મળે.
જાેકે, હવે અહેવાલ આવી રહ્યા છે કે, કાર્તિક આર્યન ‘હેરા ફેરી ૩’માં દેખાશે ખરો પરંતુ તેણે અક્ષય કુમારને રિપ્લેસ નથી કર્યો. સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, અક્ષય કુમાર હેરા ફેરી ફ્રેન્ચાઈઝીનો ભાગ નહીં હોય એ વાતની પુષ્ટિ થયા પછી તેના પાત્ર રાજુને નવી ફિલ્મમાંથી ડ્રોપ કરી દેવામાં આવ્યું છે. ‘હેરા ફેરી ૩’માં અક્ષય કુમારનું પાત્ર નહીં જાેવા મળે.
કાર્તિક આર્યન નવું જ પાત્ર ભજવી રહ્યો છે અને તેનો પરિચય ‘હેરા ફેરી ૩’માં જ આપવામાં આવશે. અનીસ બઝમીના ડાયરેક્શનમાં બનવા જઈ રહેલી હેરા ફેરી ૩માં પરેશ રાવલ અને સુનીલ શેટ્ટી જાેવા મળશે અને કાર્તિક આર્યન પણ તેમનો સાથ આપશે.
છેલ્લા બે વર્ષથી કાર્તિક આર્યનની ડિમાન્ડ વધી રહી છે અને તે ઈન્ડસ્ટ્રીમાં પોતાના મૂળિયા મજબૂત કરી રહ્યો છે. કાર્તિક આર્યન જે પ્રકારના રોલ પસંદ કરી રહ્યો છે તે જાેતાં તે સ્ટાર તરીકેની પોતાની બ્રાન્ડને ઊભી કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે તે સ્પષ્ટ છે.
ભૂલભૂલૈયા ૨ની સફળતા પછી કાર્તિક આર્યનની માગમાં ખાસ્સો ઉછાળો આવ્યો છે અને આ ફિલ્મ પછી તેને ઘણાં પ્રોજેક્ટ્સ પણ મળ્યા છે. ડાયરેક્ટર લવ રંજનની ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’થી કાર્તિક આર્યનને પ્રસિદ્ધિ મળી હતી.
ડાયરેક્ટરનું કહેવું છે કે કાર્તિકની પ્રગતિ જાેઈને તેમને ગર્વ થાય છે. તેમણે કહ્યું, “મને અંદાજાે નહોતો કે કાર્તિક આર્યન આટલો મોટો સ્ટાર બનશે? જાે હું ના કહીશ તો ખોટું ગણાશે કારણકે મને તેની શક્તિનો અહેસાસ હતો. ‘પ્યાર કા પંચનામા’માં બે યંગ એક્ટર્સે ડેબ્યૂ કર્યું હતું પરંતુ કિસ્મતે કાર્તિકને પસંદ કર્યો. આ તેવા સારા કર્મો છે, નસીબ છે અને તેની મહેનતનું પરિણામ છે.SS1MS