કાર્તિકે ‘ચંદુ ચેમ્પિયન’ને કૅરિઅરની સૌથી અઘરી ફિલ્મ ગણાવી
મુંબઈ, કાર્તિક આર્યને ‘ચંદુ ચેમ્પિયન’ના રોલ માટે સખત મહેનત કરી છે, તે તેના ટ્રેલર ને પોસ્ટર પરથી જ જોઈ શકાય છે. સાજીદ નડિયાદવાલા અને કબીર ખાન દ્વારા પ્રોડ્યુસ થયેલી આ ફિલ્મને આ વર્ષની સૌથી મોટી ફિલ્મ ગણાવાઈ રહી છે. બસ આ ફિલ્મ રિલીઝ થવાને હવે સાત દિવસની જ વાર છે. આ ફિલ્મના ટ્રેઇલર અને ગીતોમાં કાર્તિક આર્યન બિલકુલ નવા અંદાજમાં જોવા મળે છે.
આ રોલ માટે જરૂરી બાડી બનાવવા માટે કાર્તિકે ભરપુર મહેનત કરી છે, જેને તે પોતાના કૅરિઅરની સૌથી અઘરી ફિલ્મ ગણાવી રહ્યો છે. તાજેતરમાં જ એક ઇન્ટર્વ્યુમાં કાર્તિકે આ ફિલ્મમાં કામ કરવાના અનુભવ વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું, “આ મારી કૅરિઅરની સૌથી અઘરી ફિલ્મ છે.
મને નથી લાગતું કે મેં આનાથી અઘરો કોઈ રોલ કર્યો હોય. કારણ કે આ ફિલ્મની સ્ટોરી જે રીતની છે, તેને ન્યાય આપવા માટે મારા પર ખુબ જ મહેનત કરવાનું ઘણું દબાણ હતું. આ ફિલ્મ માટે હું બધું જ નવેસરથી શીખ્યો છું. મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે હું કોઈ ફિલ્મ માટે ક્યારેય બોક્સિંગ કે દંગલ શીખીશ.
મને ઊંડા પાણીનો પણ બહુ જ ડર હતો. તેથી ઊંડા પાણીમાં તરવું અને પ્રોફેશનલ બોક્સર્સ સાથે બોક્સિંગ કરવી એ મારા માટે મોટી વાત હતી.” આ ફિલ્મ ૧૪ જૂને થિએટરમાં રિલીઝ થશે અને તેની ઓડિયન્સ પર લાંબા સમય સુધી અસર રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે.SS1MS