૧૦ દિવસમાં કાર્તિકને મળી તેની કારકિર્દીની સૌથી મોટી ફિલ્મ
મુંબઈ, ‘ભૂલ ભુલૈયા ૩’એ આખરે બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યનની કારકિર્દીને તે ક્ષણ આપી છે જેના માટે તે ઘણા વર્ષાેથી સખત મહેનત કરી રહ્યો હતો. દિવાળી પર રિલીઝ થયેલી ડિરેક્ટર અનીસ બઝમીની ફિલ્મે પહેલા ૧૦ દિવસમાં જ થિયેટરોમાં જોરદાર કમાણી કરી છે.
પહેલા દિવસથી જ શાનદાર શરૂઆત કરનાર ‘ભૂલ ભુલૈયા ૩’ એ પહેલા અઠવાડિયામાં જ શાનદાર કમાણી કરી હતી. કાર્તિકની ફિલ્મે ૧૬૯ કરોડની કમાણી સાથે બોક્સ ઓફિસ પર પ્રથમ સપ્તાહ પૂર્ણ કર્યું હતું.કાર્તિકની ફિલ્મ તેના બીજા વીકએન્ડમાં જ સિનેમાઘરોમાં રૂ. ૨૦૦ કરોડનો આંકડો પાર કરી ગઈ છે.
લગભગ એક દાયકાથી સખત મહેનત કરી રહેલા કાર્તિકને તેની કારકિર્દીની સૌથી મોટી ફિલ્મ મળવા જઈ રહી છે. ‘ભૂલ ભુલૈયા’ ળેન્ચાઈઝી કાર્તિક માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે.
અત્યાર સુધી, તેની કારકિર્દીની સૌથી મોટી ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા ૨’ (૨૦૨૨) હતી, જેનું નેટ કલેક્શન ૧૮૬ કરોડ રૂપિયા હતું. હવે ‘ભૂલ ભુલૈયા ૩’ એ આ રેકોર્ડ તોડ્યો છે. ‘ભૂલ ભુલૈયા ૩’ માત્ર ૧૦ દિવસમાં કાર્તિકના કરિયરની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે.૨૦૦ કરોડની કમાણી કરનાર કાર્તિકના કરિયરની પણ આ પહેલી ફિલ્મ છે.
‘ભૂલ ભુલૈયા ૩’ દિગ્દર્શક અનીસ બઝમી માટે પણ મોટી સફળતા લાવી છે. ‘સિંઘ ઈઝ કિંગ’, ‘વેલકમ‘ અને ‘રેડી’ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા અનીસ બઝમીએ ૧૯૯૫માં ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. પરંતુ હવે ‘ભૂલ ભુલૈયા ૩’ તેની કારકિર્દીમાં ૨૦૦ કરોડ રૂપિયાની કમાણી કરનાર પ્રથમ ફિલ્મ બની ગઈ છે.
કાર્તિક આર્યન સ્ટારર ‘ભૂલ ભુલૈયા ૩’ ની સફળતા વધુ મોટી બની જાય છે કારણ કે આ ફિલ્મ દિવાળી પર મોટા સંઘર્ષમાં રિલીઝ થઈ હતી. અજય દેવગન અભિનીત ‘સિંઘમ અગેન’ પણ તેની સામે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી. ‘સિંઘમ અગેન’માં અજયની સાથે કરીના કપૂર, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, ટાઈગર શ્રોફ અને અક્ષય કુમાર જેવા કલાકારોએ કામ કર્યું છે. આવી સ્થિતિમાં ‘ભૂલ ભુલૈયા ૩’ની સફળતા ખરેખર મોટી છે.SS1MS