ભૂલ ભુલૈયા ૨ની સક્સેસ પછી બદલાઈ ગયા કાર્તિકના તેવર

મુંબઈ, કાર્તિક આર્યને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો, જેમાં તે પોતાની કો-સ્ટાર કૃતિ સેનન સાથે ગપ્પા મારી રહ્યો છે. આટલુ જ નહીં, સાથે સાથે કાર્તિક આર્યન પોતાની ફિલ્મ ભૂલ ભુલૈયા ૨ને પ્રમોટ પણ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભુલૈયા ૨ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ છે. અત્યારે તે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે.Karthik’s attitude changed after the success of Bhool Bhulaiya 2
ઓટીટી પર પણ ફિલ્મને લોકો જાેઈ રહ્યા છે. કાર્તિક આર્યન હવે પોતાની અપકમિંગ ફિલ્મના શૂટમાં વ્યસ્ત થઈ ગયો છે. હવે તે કૃતિ સેનન સાથે શહેઝાદા ફિલ્મમાં જાેવા મળશે. કાર્તિક આર્યને જે વીડિયો શેર કર્યો છે તેમાં જાેઈ શકાય છે કે, તે કાર્તિક આર્યન સાથે ઉભી છે અને કાર્તિક આર્યનના સ્વભાવ વિશે વાત કરી રહી છે.
અભિનેત્રીને જ્યારે પૂછવામાં આવ્યું કે, ૨૦૦ કરોડની ફિલ્મનો અભિનેતા બન્યા પછી કાર્તિક આર્યન બદલાઈ ગયો છે? તો કૃતિએ કહ્યું કે, કાર્તિક તો ઘણો ઉપર પહોંચી ગયો છે, હું તો તેને જાેઈ પણ નથી શકતી. ભૂલ ભુલૈયા ૨ની સફળતા પછી કાર્તિક કેવો બની ગયો છે? આના જવાબમાં કૃતિ થોડી વાર વિચારીને કહે છે કે, કાર્તિક હજી એવો જ છે જેવો પહેલા હતો.
ત્યારપછી તે કાર્તિકને મજાકમાં મારે છે અને પછી કહે છે કે, અમે તેને એટલો ઉપર ઉડવા જ નહીં દઈએ. ત્યારપછી કાર્તિક આર્યન કૃતિ સેનને ભૂલ ભુલૈયા ૨ના ટાઈટલ સોન્ગનો હૂક સ્ટેપ કરવા માટે મજબૂર કરે છે. કૃતિ સેનન જણાવે છે કે, લાગે છે કે શહેઝાદાનું પ્રમોશન શરુ થશે ત્યાર સુધી આ માણસ ભૂલ ભુલૈયા ૨નું પ્રમોશન કરશે. તમને જણાવી દઈએ કે, કાર્તિક આર્યન હવે શહેઝાદા ફિલ્મમાં જાેવા મળશે.
આ ફિલ્મ તેલુગુ ફિલ્મ Ala Vaikunthapurramulooની હિન્દી રિમેક છે. તેલુગુ ફિલ્મમાં પુષ્પા સ્ટાર અલ્લુ અર્જુન હતો. કાર્તિક અને કૃતિ આ પહેલા દિનેશ વિજનની ફિલ્મ લુકા છુપીમાં સાથે જાેવા મળ્યા હતા.SS1MS