કાર્તિક આર્યન ‘નાગઝિલ્લા’ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે

મુંબઈ, કાર્તિક આર્યને ફિલ્મી બેકગ્રાઉન્ડ ન હોવા છતાં નવી પેઢીના સ્ટાર્સમાં મોખરાનું સ્થાન મેળવી લીધું છે. એક સમયે કાર્તિક આર્યનને ફિલ્મોમાંથી હાંકી કાઢવા માટે પ્રયત્નશીલ રહેતા કરણ જોહરે પણ કાર્તિકની ટેલેન્ટને સ્વીકારી છે અને હવે કરણ જોહર કાર્તિક સાથે બીજી ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યો છે.
આગામી ફિલ્મ ‘નાગઝિલ્લા’માં કાર્તિકના ડબલ રોલ જોવા મળશે. સાપ અને માણસ વચ્ચેની લડાઈને કોમેડી અંદાજમાં રજૂ કરતી આ ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બર મહિનાથી શરૂ થવાનું છે. કાર્તિક આર્યનને ‘નાગઝિલ્લા’ માટે પ્રોડ્યુસર્સે રૂ.૫૦ કરોડ ઓફર કર્યા હોવાનું કહેવાય છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આઉટસાઈડર તરીકે ઓળખાતા કાર્તિકે અગાઉ હોરર કોમેડીમાં રૂહબાબા તરીકે લોકપ્રિયતા મેળવી છે.
હવે કાર્તિક કોમેડી ફિલ્મ કરવાનો છે. કાર્તિક અને કરણ જોહર હાલ ‘તુ મેરી મૈં તેરા મૈં તેરા તુ મેરી’ માં સાથે કામ કરી રહ્યા છે. કરણ જોહરની આગામી ‘નાગઝિલ્લા’માં માણસ અને સાપ વચ્ચેનો સંઘર્ષ રજૂ કરવામાં આવશે.
આ ફિલ્મમાં હીરો અને વિલનના બંને રોલ કાર્તિક આર્યન કરવાનો છે. કાર્તિકના આ ડબલ રોલમાં આક્રમકતાની સાથે કોમેડી પણ જોવા મળશે.
‘નાગઝિલ્લા’ને ‘ફુકરે’ની ફિલ્મો કરતાં વધારે કોમેડી બનાવવાના ઈરાદા સાથે ડાયરેક્ટર મૃગદીપસિંગ લાંબાએ પ્રી-પ્રોડક્શન શરૂ કર્યું છે. કાર્તિક અને કરણની ફિલ્મ ‘તુ મેરી મૈં તેરા મૈં તેરા તુ મેરી’નું શૂટિંગ પૂરું થયા પછી ‘નાગઝિલ્લા’ની શરૂઆત કરવામાં આવશે. સપ્ટેમ્બર મહિનાથી કાર્તિકની બિગ બજેટ કોમેડી એન્ટરટેઈનરનું શૂટિંગ શરૂ થાય તેવી શક્યતા છે.SS1MS