Western Times News

Gujarati News

કાર્તિક આર્યને Shehzadaના પ્રોડ્યુસર્સને ફી પરત સોંપી ફિલ્મનો કો-પ્રોડ્યુસર બન્યો

મુંબઈ, Kartik Aryanની ફિલ્મ ‘શેહઝાદા’ મૂવીપ્લેક્સમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને દર્શકો અને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. શું તમે જાણો છો કે કાર્તિકે આ ફિલ્મ બનાવવાનું કેમ નક્કી કર્યું? આ વાતનો ખુલાસો ખુદ કાર્તિકે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કર્યો છે.

તથા એટલું જ નહીં તેણે આ ફિલ્મની ફી પ્રોડ્યુસર્સને કેમ પરત સોંપી દીધી એના વિશે પણ વિગતવાર માહિતી મેળવીએ. વાતચીત દરમિયાન, જ્યારે કાર્તિકને પૂછવામાં આવ્યું કે શું તેણે આ ફિલ્મ માટે તેની ફીમાં ઘટાડો કર્યો છે કે પછી ‘શેહઝાદા’ના નિર્માતાઓ પાસેથી નફામાં હિસ્સો માંગ્યો છે? તેના જવાબમાં કાર્તિકે કહ્યું, “શહેજાદા માટે શરૂઆતમાં હું પ્રોડ્યુસર તરીકે ન હતો.

Kartik Aryan returned the fee of Shehzada and became the co-producer of the film.

કાર્તિકે વધુમાં કહ્યું, “અગાઉ મેં તેના માટે મારી ફી લીધી હતી. ત્યારપછી ફિલ્મ કટોકટીમાંથી પસાર થઈ રહી હતી અને તેને આગળ લઈ જવા માટે કોઈની જરૂર હતી. તેથી મેં મારા નિર્માતાનો સંપર્ક કર્યો. કહ્યું કે હું ફી પરત સોંપુ છું. આ રીતે કાર્તિક આર્યન કો-પ્રોડ્યુસર બન્યો હતો. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે જ્યારે કાર્તિકને પૂછવામાં આવ્યું કે શું તેણે ફી પરત કરી દીધી છે, તો તેણે કહ્યું, “લગભગ લગભગ.

આ રીતે તેણે આ ફિલ્મમાંથી થોડો ભાર ઓછો કર્યો છે. મેં ભૂલ ભૂલૈયા ૨ પણ સાઈન નહોતી કરી ત્યારની આ ફિલ્મ મારા પાસે હતી. કાર્તિક આર્યને મીડિયાને જણાવ્યું કે સારુ કહેવાય કે આ ફિલ્મનું બજેટ વધારે નહોતું. પરંતુ તે એક એક્શન ફિલ્મ છે. તેથી તેને અમુક બજેટની જરૂર હતી. અમે અન્ય કેટલાક મુદ્દાઓ સાથે પણ સંઘર્ષ કરી રહ્યા હતા, જેના કારણે મેં ફી છોડી દીધી હતી.

જાેકે અમે હજુ પણ સારી જગ્યાએ છીએ. કાર્તિકે એમ પણ કહ્યું કે ‘શેહઝાદા’ કદાચ વધારે ગ્રાન્ડ દેખાઈ શકે છે. કારણ કે અભિનેતાની ફી અને અન્ય કેટલીક બાબતો આમાં સામેલ નહોતી. પરંતુ આ મીડિયમ બજેટની ફિલ્મ છે. અગાઉ, ફિલ્મના ટ્રેલર લૉન્ચ વખતે, કાર્તિકે પોતે નિર્માતા બનવા પર કહ્યું હતું, “જ્યારે આપણે ફિલ્મોમાં કામ કરીએ છીએ, ત્યારે અમારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

દરેક ફિલ્મની પોતાની સમસ્યાઓ હોય છે. હું હંમેશા મારી ફિલ્મોમાં મારું શ્રેષ્ઠ કામ કરવાનો પ્રયાસ કરું છું. હું એકરીતે તમામ પ્રોસિજરમાં સામેલ રહું છું.

આનો શ્રેય મારા નિર્માતાઓને જાય છે, જેમણે મને નિર્માતાનો શ્રેય આપ્યો.” ‘શેહઝાદા’ વિશે વાત કરીએ તો, તે અલ્લુ અર્જુન સ્ટારર તેલુગુ ફિલ્મ ‘આલા વૈકુંઠપુત્રમુલુ’ની સત્તાવાર હિન્દી રિમેક છે. રોહિત ધવન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં કાર્તિક ઉપરાંત કૃતિ સેનન, પરેશ રાવલ, મનીષા કોઈરાલા, રોનિત રોય અને રાજપાલ યાદવ જેવા કલાકારોની પણ મહત્વની ભૂમિકા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.