કાર્તિક આર્યનની માતા ડોક્ટર વહુની શોધમાં
મુંબઈ, કાર્તિક આર્યન પર હાલ તેની ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ના કારણે ચારે તરફથી વખાણનો વરસાદ થઈ રહ્યો છે. કબીર ખાનની ફિલ્મમાં પદ્મશ્રી મુરલીકાંત પેટકરની ભૂમિકા બદલ કાર્તિક ચર્ચામાં છે. સતત સફળતાઓ અને આવી રહેલી મોટી ફિલ્મોને કારણે હાલ કાર્તિક બોલિવૂડનો એલિજીબલ બેચલર બની ગયો છે.
કાર્તિકની માતા ડૉ.માલા તિવારી પણ વહુની શોધમાં છે. આ વીકેન્ડમાં જ ‘ધ કપિલ શર્મા શો’નો છેલ્લો એપિસોડ સ્ટ્રીમ થશે જેમાં કાર્તિક પોતાની મા સાથે હાજર રહ્યો હતો. આ શોમાં કાર્તિકની માએ દિકરા માટે એક સ્વયંવરનું પણ આયોજન કર્યું હતું. આ એપિસોડના પ્રોમોમાં જોઈ શકાય છે. આ એપિસોડના ટ્રેલરમાં જોઈ શકાય છે કે કાર્તિક કહેતો દેખાય છે કે એ વખતે હતો એટલો નર્વસ તે ક્યારેય નહોતો.
કાર્તિકની માએ દિકરા વિશે ફરિયાદ કરતા કહ્યું કે એ બહુ જ જિદ્દી છે અને તેને મારીને વઢીને એન્જિનીયરિંગ પૂરું કરાવ્યું છે.“ઠોક પીટ કે એન્જિનિયર બનાયા.”
તેના પછી કાર્તિકે કહ્યું,“કંઈક તો સારું બોલ.” પછી કાર્તિકની માએ એવો પણ ખુલાસો કર્યાે કે હવે તે પોતાની વહુની શોધમાં છે, જે ડોક્ટર હોય. તેથી તેઓ ઓડિયન્સમાંથી કેટલીક છોકરઓને મળ્યા પણ ખરા. એક ફિઝીયોથેરાપિસ્ચને મળીને કહ્યું,“આને તો ફિઝીયોથેરાપિસ્ટની જરૂર પડતી જ રહે છે.”
ટ્રેલરના અંતમાં કપિલ શર્મા મજાક કરે છે કે કાર્તિકની મા દિકરા પર સતત નજર રાખે છે, વિચારો તેમના પતિની શું હાલત થતી હશે. તેના જવાબમાં તેણે જવાબ આપ્યો કે તેને પોતાના હસબન્ડ પર વિશ્વાસ છે, પણ દિકરા પર નહીં. આ એપિસોડ શનિવારે ૮ વાગે સ્ટ્રીમ થશે.
હવે ‘ચંદુ ચેમ્પિયન’ પછી કાર્તિક ‘ભૂલભલૈયા ૩’માં જોવા મળશે. આ ઉપરાંત તે અન્ય બે ફિલ્મોમાં કામ કરી રહ્યો છે, જે ૨૦૨૫માં રિલીઝ થશે. તેમાંથી એકમાં તૃપ્તિ ડીમરી લીડ રોલમાં હશે જ્યારે બીજી ફિલ્મ સંદીપ મોદી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે.SS1MS