Western Times News

Gujarati News

ભરૂચમાં કરુણા એમ્બ્યુલન્સ અબોલ પશુઓ માટે સંજીવની જડિબુટ્ટી સાબિત થઈ

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના શહેરી એરિયા માટેની આરોગ્ય સંજીવની જડિબુટ્ટી એટલે GVK EMRI ની કરુણા એમ્બ્યુલન્સ ૧૯૬૨.આ સેવાને આજરોજ આખા ગુજરાત માં ૫ વર્ષ પૂર્ણ થયાં છે અને આ ૫ વર્ષમાં અબોલ અને બિનવરસી અને નિરાધાર પશુઓની નિઃશુલ્ક સારવાર કરી ૯૫૭૬ પશુ અને પક્ષીઓના અમૂલ્ય જીવ બચવામાં આવ્યા છે.

તો આ નિમિત્તે ભરૂચ પશુ દવાખાને કરુણા એમ્બ્યુલન્સના વેટરનરી ડૉ.નીરવ પટેલ તથા પાયલોટ કલ્પેશ પટેલ અને પ્રોગ્રામ મેનેજર ડૉ.રવિ રીંકે જીલ્લા પ્રોજેક્ટ કોર્ડીનેટર યોગેશ દોશી તથા ૧૦૮ ના સુપરવાઈઝર ઈરફાન દિવાન તથા ૧૦૮ સ્ટાફ અને તાલુકાના ગવરમેન્ટ ડૉકટર સાથે રહીને ૫ વર્ષ પુરા થતા ભરૂચ ખાતે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.

આ ૫ વર્ષ દરમ્યાન ભરૂચના શહેરી વિસ્તારોમાં એનિમલ દીઠ (૧) કુતરા – ૭૪૧૭ (૨) ગાય – ૧૦૦૩ (૩) બિલાડી – ૪૪૪ (૪) કબૂતર – ૩૬૧ (૫) મોર ૦૨ અને અન્ય પશુ અને પક્ષી ઓ ની સેવા કરી હતી. આ ૫ વર્ષ દરમ્યાન ભરૂચના શહેરી વિસ્તારોમાં રોગ દીઠ (૧) એકસિડેન્ટ-૧૪૮૧ (૨) ઘવાયેલ – ૧૪૯૮ (૩) ડોગ બાઈટ – ૫૩૩ (૪) ડરમિટાઈસ – ૪૨૯ (૫) લેમનેસ્‌ – ૨૫૩ (૬) ફેક્ચર – ૫૫૫. આ પ્રમાણે ઘણા કેસોમાં અબુલા પશુઓનો જીવ બચાવવામાં હર હંમેશ કાર્ય કરતી રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.