વડોદરા જિલ્લામાં કરુણા એમ્બ્યુલન્સ સેવાને પાંચ વર્ષ પૂર્ણ
કરુણા એમ્બ્યુલન્સ ૩૧,૪૯૫ અબોલ પશુઓ માટે સંજીવની સમાન જડીબુટ્ટી સાબિત થઈ
(માહિતી) વડોદરા, રાજ્ય સરકારે અબોલ પશુઓની સેવા સારવાર માટે કરુણા એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી હતી.જેને આજે પાંચ વર્ષ પૂર્ણ થયા છે. કરુણા એમ્બ્યુલન્સ વડોદરા જિલ્લાના શહેરી વિસ્તારો માટે આરોગ્ય સંજીવની સમાન જડિબુટ્ટી સાબિત થઈ રહી છે.
GVK EMRI ની કરુણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ સેવાને આજે સમગ્ર રાજ્યમાં પાંચ વર્ષ પૂર્ણ થયા છે. આ પાંચ વર્ષમાં વડોદરા જિલ્લામાં અબોલ, બિનવારસી અને નિરાધાર એવા ૩૧૪૯૫ પશુ પક્ષીઓની નિઃશુલ્ક સારવાર કરી અમૂલ્ય જીવ બચાવવામાં આવ્યા છે.
વડોદરા શહેરમાં રાજ્ય સરકાર દ્વારા બે કરુણા એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. શહેરના ભૂતડી ઝાંપા પશુ દવાખાને બંને કરુણા એમ્બ્યુલન્સના વેટરનરી ડો. અનસૂલ અને ડો. ચિરાગ સાથે તેમના પાયલોટ ધર્મેન્દ્રભાઈ અને જયેશભાઇ મળીને તાલુકા ના સરકારી ડો. હર્ષ ઠાકર સાથે રહીને પાંચ વર્ષ પુરા થયાની ઉજવણી કરવામાં આવી હતી.
છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વડોદરાના શહેરી વિસ્તારોમાં ૨૫૪૯૯ કૂતરા, ૨૬૨૩ ગાય, ૨૫૬૬ બિલાડી,૭૫૫ કબૂતર,૭ મોર અને અન્ય પશુ પક્ષીઓની સારવાર કરી હતી. આ પાંચ વર્ષ દરમિયાન વડોદરા ના શહેરી વિસ્તારોમાં રોગ એકસિડેન્ટ- ૨૬૭૨, ઘવાયેલ-૭૫૫૬,ડોગ બાઈટ-૧૧૯૯, ડરમિટાઇસ-૧૭૯૪,લેમનેસના ૧૩૧૯ કેસોમાં સારવાર આપવામાં આવી હોવાનું કરુણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ ના કો ઓર્ડીનેટર શ્રી જૈમિન દવેએ જણાવ્યું છે.