છેલ્લા એક વર્ષમાં ૧૬૯૪૫ પશુ પક્ષીઓને સ્થળ પર જ યોગ્ય સારવાર આપી નવજીવન મળ્યું
બિનવારસી પશુ- પક્ષીઓ માટે આર્શીવાદ રૂપી કાર્યરત ૧૯૬૨ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ અમદાવાદમા ફાળવેલી ત્રણ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ને ૭ વર્ષ પૂર્ણ
ગુજરાત સરકાર અને ઈ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસ નાં સંયુક્ત ઉપક્રમે કાર્યરત ૧૯૬૨ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૭ વર્ષ પૂર્ણ. ૧૯૬૨ સેવા બિનવારસી પશુ પક્ષીઓ માટે આર્શીવાદ રૂપ છે. ૭ વર્ષ સફલતા ના પૂર્ણ થતા ટીમ દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે ૧૯૬૨ ની આ નિઃશુલ્ક સેવા દ્વારા છેલ્લા ૧ વર્ષમાં ૧૬૯૪૫ પશુ પક્ષીઓને નવું જીવન આપવામાં આવ્યું છે.
૧૯૬૨ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા પશુઓના રૂમેનોટોમી, સીજેરિયન તથા એકસીડન્ટમાં ઘવાયેલ પશુઓના જટિલ ઓપરેશન પણ કરવામાં આવ્યા છે.
શ્વાન – ૧૩૩૪૯
ગાય – ૨૬૪
બિલાડી – ૨૧૨૩
બંદર – ૩
પોપટ – ૪૫
ખિસકોલી – ૧૭
કબૂતર – ૯૪૩
ચકલી – ૨૧
ઊંટ -૬
સસલા -૧૦
અન્ય – ૧૬૪
આમ કુલ મળીને છેલ્લા એક વર્ષમાં ૧૬૯૪૫ પશુ પક્ષીઓને સ્થળ પર જ યોગ્ય સારવાર આપવામાં આવી છે. તેમજ ૧૯૬૨ એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત ડૉ. રીનકલ ઠાકોર, ડૉ.જીગર રાઠોઙ, ડૉ.મીત ઙોઙીયા અને એમના ટીમ દ્વારા પશુ પક્ષીઓને સમયસર સારવાર પૂરી પાડવામાં આવે છે.