૧૫ મે સુધીના ૮૦ ટકા બુકિંગ કેન્સલઃ કાશ્મિર ટુરીઝમને કરોડોની ખોટ જશે

વડોદરા, કાશ્મીરના પહલગામમાં તારીખ ૨૨ એપ્રિલના રોજ પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ વડોદરાના ટ્રાવેલ એજન્ટો પર કાશ્મીરની ટૂરના બુકિંગ કેન્સલ કરવા માટે લોકો ફોન કરી રહ્યા છે.
વડોદરા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખ મનીષભાઈ શાહએ કહ્યું હતું કે આ વખતે કાશ્મીરની ટૂર માટે ઉનાળા વેકેશનમાં લોકોનો ભારે ઘસારો હતો. જુનના પહેલા સપ્તાહ સુધી કાશ્મીરમાં મોટાભાગની હોટલો પણ ફૂલ હતી. ગઈકાલે થયેલા આતંકવાદી હુમલા બાદ સ્વાભાવિક રીતે લોકો ડરી રહ્યા છે. અમારા એસોસિયેશનના મોટાભાગના એજન્ટોના ૧૫મી સુધીના કાશ્મીરના ૮૦ ટકા પેકેજ કેન્સલ થયા છે. બીજી તરફ અત્યારે જે લોકો કાશ્મીરમાં ફરવા ગયા છે તેઓ પણ તત્કાલ પોતાના ઘરે પાછા ફરવા માંગે છે.
કાશ્મીરના સ્થાનિક એજન્ટો તેમને મદદરૂપ થઈ રહ્યા છે અમારા અને બીજા એસોસિયેશન એ ત્યાંના સ્થાનિક એજન્ટોના નંબર પણ જાહેર કર્યા છે. વિવિધ એરલાઇન્સે પણ તારીખ ૩૦ એપ્રિલ સુધી કાશ્મીરની ટિકિટો કેન્સલ કરાવનારને તમામ પૈસા પરત આપવાની જાહેરાત કરી છે.
બીજી તરફ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિયેશન ઓફ વડોદરાના પ્રમુખ મનીષ શાહે કહ્યું હતું કે અમારા એસોસિયેશનના સભ્યોને અમે આ સિઝનની કાશ્મીરની તમામ ટૂર રદ કરવાની સલાહ આપી છે.
આગામી અમરનાથ યાત્રાએ જનારા ભાવિકોની સંખ્યા પર પણ આ હુમલાની અસર પડે તેવું મને લાગી રહ્યું છે. લોકો કાશ્મીરની જગ્યાએ મનાલી, નૈનીતાલ જેવા વિકલ્પો અંગે પૂછપરછ કરી રહ્યા છે.
કાશ્મીરમાં પહેલગામ હુમલા બાદ પર્યટન ક્ષેત્રે નોંધાયેલી આર્થિક ખોટ
પહેલગામ ખાતે તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કાશ્મીરના પર્યટન ઉદ્યોગને ભારે આર્થિક ફટકો પડ્યો છે. આ હુમલાએ પ્રવાસીઓમાં ભય ફેલાવ્યો છે, જેના કારણે રદ કરાયેલી હોટેલ બુકિંગ અને સ્થળાંતરિત પ્રવાસ યોજનાઓને કારણે કરોડો રૂપિયાની આવક ગુમાવશે.
સ્થાનિક પર્યટન સંગઠનના અંદાજ મુજબ, હુમલાના સમાચાર ફેલાયા બાદ, લગભગ 40% પ્રવાસીઓએ તેમની યાત્રા રદ કરી છે, જેના પરિણામે હોટેલ, હાઉસબોટ્સ, શિકારા અને ટેક્સી ઓપરેટરો સહિત સ્થાનિક વેપારીઓને મોટી આર્થિક અસર થઈ છે.
હુમલા પહેલાં દરરોજ આશરે 15,000 પ્રવાસીઓ ખીણની મુલાકાત લેતા હતા
હુમલા પછી આ સંખ્યા ઘટીને રોજની 6,000થી ઓછી થવાની શક્યતા
પહેલગામ અને ગુલમર્ગ જેવા લોકપ્રિય પર્યટન સ્થળોએ 70% સુધીનો ઘટાડો જોવા
નવેમ્બર-ડિસેમ્બરના શિયાળા પર્યટન સિઝન માટેની બુકિંગમાં 35% ઘટાડો નોંધાયો છે
પર્યટન કાશ્મીરના અર્થતંત્રનો મુખ્ય આધાર છે, જે લગભગ 7 લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પૂરી પાડે છે.
હોટેલ અને રિસોર્ટ્સમાં ઓક્ટોબર સુધીની બુકિંગમાં ઘટાડો
હસ્તકલા અને શાલ ઉદ્યોગને આશરે ₹30 કરોડની ખોટ
સ્થાનિક ખાદ્ય અને પરિવહન ઉદ્યોગ વ્યવસાય ઘટશે
રોજમદાર કામદારો અને નાના વેપારીઓ માટે રોજગારીની તકોમાં નોંધપાત્ર ઘટાડો